આજકાલ બારામતીમાંથી પોપટની સ્ક્રિપ્ટ આવે છેઃફડણવીસ

11 March, 2019 10:57 AM IST  | 

આજકાલ બારામતીમાંથી પોપટની સ્ક્રિપ્ટ આવે છેઃફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે

મુંબઈમાં યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના મહિલા મેળામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરેની મશ્કરી કરી હતી. આજકાલ રાજ ઠાકરેની સ્ક્રિપ્ટ બારામતીથી આવે છે. આવા પ્રકારના શબ્દો વાપરી દેવેન્દ્ર ફટણવીસે રાજ ઠાકરેએ કરેલી ટિપ્પણી પર તેમની ખીલ્લી ઉડાવી હતી.

બારામતીમાં પોપટોની અછત પડે એટલે તે નવા લોકો શોધી કાઢે છે એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘તેમને જે બોલતા આવડતું નથી એ આ પોપટોના મોઢામાંથી બોલાવડાવે છે. જેમને એક નગરસેવક કે વિધાનસભ્ય ચૂંટાઈ લાવતા આવડતું નથી. એકાદ ટીમમાં જેમ નૉન-પ્લેઇંગ કૅપ્ટન હોય છે, આ તો નૉન પ્લેઇંગ કૅપ્ટન પણ નથી અને બારમો ખોલાડી પણ નથી એટલે તેમણે જે સુપારી આપી એ પ્રમાણે ભાષણ કરતા રહ્યા, પણ તેમના ભાષણના કારણે કોઈ વિચલિત થવાનું નથી.

આ પણ વાંચોઃ લોકસભાની ચૂંટણી પહેલાં દેવેન્દ્ર ફડણવીસનો લોકસંવાદ

મોદીજી સૂર્ય જેવા હોવાથી તેમની પર થૂંકવાવાળાઓના પર જ થૂંક પડશે. મોદીના નેતૃત્વ નીચે ૪ વર્ષમાં મુંબઈમાં સુધારો થયો છે. ગરીબ અને ઝૂંપડપટ્ટીના માણસોનો પણ વિકાસ થયો છે.’

raj thackeray devendra fadnavis Election 2019 mumbai