એનઆરસી-સીએએ મુદ્દે શરદ પવારે આપ્યું નિવેદન

13 January, 2020 04:35 PM IST  |  Mumbai

એનઆરસી-સીએએ મુદ્દે શરદ પવારે આપ્યું નિવેદન

શરદ પવાર

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શરદ પવારે એનડીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શરદ પવારે કહ્યું કે નાગરિકતા કાયદા એક્ટ અને રાષ્ટ્રીય નાગરિક પંજીકરણ દેશમાં ચાલી રહેલા બીજા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની ચાલ છે.

શરદ પવારે કહ્યું કે જે લોકો અલ્પસંખ્યક નહીં પરંતુ જે કોઈ દેશની એકતા તેમ જ પ્રગતિની ચિંતા કરે છે, તેઓ સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. નવો નાગરિકતા કાયદો દેશની ધાર્મિક, સામાજિક એકતા અને એકતાને બગાડવા માટે છે.
એનસીપી નેતા શરદ પવારે કહ્યું કે સુધારેલા કાયદા હેઠળ માત્ર પાકિસ્તાન, બંગલા દેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને જ નાગરિકતા કેમ આપવામાં આવશે અને શ્રીલંકાના તામિલોને કેમ નહીં.

શરદ પવારે એક સવાલના જવાબમાં કહ્યું કે બિહાર સહિત એનડીએના શાસિત આઠ રાજ્યોએ કાયદો લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે અને મહારાષ્ટ્રનું પણ આ જ વલણ રહેવું જોઈએ.

શરદ પવારે પૂછ્યું કે સીએએ ભલે કેન્દ્રીય કાયદો હોય પરંતુ તેને રાજ્યોએ લાગુ કરવાનો છે, પરંતુ શું રાજ્યો પાસે આવું કરવાને લઈને સંશોધન અને સિસ્ટમ છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે એલ્ગાર પરિષદ મામલામાં કાર્યકર્તાઓ વિરુદ્ધ પુણે પોલીસની કાર્યવાહી પર સીટની તપાસ કરવાની માગણી કરી છે.

sharad pawar mumbai mumbai news caa 2019 cab 2019 citizenship amendment act 2019 nrc