પુખ્ત થયા બાદ પતિ સાથે રહેવા ઇચ્છતી સગીરાનાં લગ્ન માન્ય ગણાય :હાઈ કોર્ટ

07 May, 2019 08:51 AM IST  |  મુંબઈ | (પી.ટી.આઇ.)

પુખ્ત થયા બાદ પતિ સાથે રહેવા ઇચ્છતી સગીરાનાં લગ્ન માન્ય ગણાય :હાઈ કોર્ટ

પ્રતીકાત્મક તસવીર

પુખ્ત થયા બાદ પતિ સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતી સગીર છોકરી સાથે ૫૬ વર્ષના વકીલે કરેલાં લગ્નને માન્ય ગણી શકાય એમ મુંબઈ હાઈ કોર્ટે જણાવ્યું હતું. ૧૪ વર્ષની છોકરી સાથે લગ્ન કરવા બદલ તેના પર કરવામાં આવેલા બળાત્કારના કેસને રદ કરવાની ઍડ્વોકેટ દ્વારા કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે જસ્ટિસ રણજિત મોરે અને ભારતી ડાંગરેની ડિવિઝન બેન્ચે ગયા અઠવાડિયે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.

હવે પુખ્ત થયેલી ફરિયાદી યુવતીએ કરેલી ફરિયાદમાં જણાવાયું હતું કે ૨૦૧૪માં તેનાં દાદા-દાદીએ તેનાં લગ્ન બાવન વર્ષના ઍડ્વોકેટ સાથે કરાવ્યાં હતાં. ફરિયાદીને પગલે ઍડ્વોકેટને ૧૦ મહિનાની જુડિશ્યલ કસ્ટડી પછી જામીન મYયા હતા. સગીર છોકરી ૧૮ વર્ષની થયા બાદ ઍડ્વોકેટે તેની સામેનો બળાત્કારનો કેસ રદ કરવાની માગણી કરતી અરજી કરી હતી. ગયા અઠવાડિયે પુખ્ત વયની થયેલી આ ફરિયાદી યુવતીએ વિવાદનો ઉકેલ લાવવા અને પતિ સાથે રહેવાની ઇચ્છા દર્શાવતું ઍફિડેવિટ હાઈ કોર્ટમાં દાખલ કર્યું હતું.

આ પણ વાંચો : મુંબઈ: એ મોટરમૅન ભગવાન બનીને આવ્યો અને તેણે મારો જીવ બચાવ્યો

આ કેસમાં સૌથી વધુ સહન કરવાનું યુવતીના ભાગે આવશે એવો મત વ્યક્ત કરતાં કોર્ટે ઍડ્વોકેટ અને યુવતીના પતિને પત્નીના નામે ૧૦ એકર જમીન ટ્રાન્સફર કરવા, સાત લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ તેના નામે કરવા તેમ જ તેને પોતાનો અભ્યાસ પૂરો કરવાની સગવડ કરી આપવાનો આદેશ આપ્યો હતો. કેસની સુનાવણી સપ્ટેમ્બરમાં કરરવામાં આવશે, જે દરમ્યાન ઍડ્વોકેટ પતિ દ્વારા કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે એની ખાતરી કરવામાં આવ્યા બાદ ચુકાદો આપવામાં આવશે.

mumbai mumbai high court mumbai news