બનાવટી કરન્સી કેસમાં ભિવંડીમાં બે વ્યક્તિની ધરપકડ

29 November, 2019 10:51 AM IST  |  Mumbai

બનાવટી કરન્સી કેસમાં ભિવંડીમાં બે વ્યક્તિની ધરપકડ

કરન્સી

થાણેની જિલ્લા કોર્ટે બનાવટી નોટો છાપવા અને બજારમાં ફેરવવા બદલ ગઈ કાલે ભિવંડી શહેરની બે વ્યક્તિ પર કેસ ચલાવીને તેમને સજા સંભળાવી હતી. ડિસ્ટ્રિક્ટ જજ ડી. જી. મુરુમકરે ૨૯ વર્ષના જનાર્દન દિવેકરને ૪ વર્ષની સખત કેદની સજા અને ૧૦૦૦ રૂપિયાનો દંડ, જ્યારે ૩૨ વર્ષના નીલેશ દાભાડેને ત્રણ વર્ષની સખત કેદની સજા અને ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 

ઍડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જ્વલા મોહોલકરે કોર્ટને જણાવ્યું હતું કે ૨૦૧૬ની ૯ જાન્યુઆરીએ સેન્ટ્રલ ક્રાઇમ યુનિટના અધિકારીઓએ દિવેકરને પકડીને તેની પાસેથી દોઢ લાખ રૂપિયાની ૧૦૦૦ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરી હતી.
દિવેકરની પૂછપરછમાં આ નોટો તેણે મોબાઇલ-શૉપના માલિક દાભાડે પાસેથી મેળવી હોવાનું જણાતાં પછીથી તેની
પણ ધરપકડ કરી હતી અને તેની પાસેથી પણ ૧૦૦૦ અને ૧૦૦ રૂપિયાની ૪૭,૩૦૦ રૂપિયાની બનાવટી નોટો જપ્ત કરી હતી.

bhiwandi mumbai news mumbai crime news Crime News