ભાસ્કર જાધવ સત્તાભૂખ સંતોષવા શિવસેનામાં જોડાયાઃ નવાબ મલિક

14 September, 2019 03:52 PM IST  |  મુંબઈ

ભાસ્કર જાધવ સત્તાભૂખ સંતોષવા શિવસેનામાં જોડાયાઃ નવાબ મલિક

ભાસ્કર જાધવ

મુંબઈઃ (પી.ટી.આઇ.) એનસીપીમાંથી રાજીનામું આપીને શિવસેનામાં જોડાયેલા ગુહાગરના વિધાનસભ્ય ભાસ્કર જાધવ સત્તાભૂખ્યા હોવાનો આરોપ એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે મૂક્યો હતો. તાજેતરમાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં એ પક્ષમાં સામેલ થયેલા ભાસ્કર જાધવ વિશે નવાબ મલિકે કહ્યું હતું કે ‘ભાસ્કર જાધવ સત્તા વગર રહી શકે એમ નથી. જાધવ અગાઉ શિવસેનામાં હતા ત્યારે એમને એનસીપીના ઉમેદવારે હરાવ્યા હતા. ત્યાર પછી વર્ષ ૨૦૦૦માં તેઓ એનસીપીમાં જોડાયા ત્યારે એમને વિધાન પરિષદના સભ્ય બનાવવામાં આવ્યા હતા. થોડા વખત પછી ભાસ્કર વિધાનસભામાં ચૂંટાયા પછી એમને પ્રધાનપદ મળ્યું હતું. હવે ભાસ્કર સત્તા માટે ફરી શિવસેનામાં સામેલ થયા છે.’

mumbai