ગર્વ કરો કાં‌દિવલીના આ ૧૦ વર્ષના ગુજરાતી બૉય પર

05 January, 2020 12:21 PM IST  |  Mumbai Desk

ગર્વ કરો કાં‌દિવલીના આ ૧૦ વર્ષના ગુજરાતી બૉય પર

ઇ‌ન્ડિયા બુક ઑૅફ રેકૉર્ડ્સમાં નોંધાવવામાં સફળ રહ્યો એનું સર્ટિફિકેટ અને કાં‌દિવલીનો ૧૦ વર્ષનો હેનીલ શાહ

પોતાની રમતમાં એક વખત ક્યુબ મળી ગયું અને ત્યાર બાદ ધીરે-ધીરે રમત-રમતમાં ક્યુબને ઉકેલવામાં રસ વધવા લાગ્યો. એક પછી એક ક્યુબની માગણી પેરન્ટ્સ પાસે કરવા લાગ્યો ત્યારે પેરન્ટ્સને અંદાજ નહોતો આવ્યો, પરંતુ તેની માગણીને ધ્યાનમાં રાખીને તેને ક્યુબ આપવા લાગ્યા. ધીરે-ધીરે તેણે અનેક સ્પર્ધામાં ભાગ લીધો અને સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીતવા લાગ્યો હતો. ત્યાર બાદ પેરન્ટ્સને પણ ધ્યાનમાં આવ્યું કે તેમનો દીકરા‌ ‌હેનીલ શાહ ક્યુબ સૉલ્વ કરવામાં માસ્ટર છે. પછી અનેક સ્પર્ધામાં ભાગ લઈને તે અનેક ઇનામ જીત્યો અને હવે ઇ‌ન્ડિયા બુક રેકૉર્ડ્સમાં ફક્ત ૧૦ વર્ષની ઉંમરે નામ નોંધાવવામાં હેનીલ સફળ રહ્યો છે. 

કાં‌દિવલી-વેસ્ટની ઈરાનીવાડીમાં રહેતા અને એન. એલ. કૉલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હેનિલના ‌પિતા દર્શન શાહે ‘‌મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હેનીલ પહેલાંથી ક્યુબમાં રસ ધરાવે છે અને પ‌રિવારજનોમાંથી તેને કોઈએ આ ‌વિશે કંઈ શીખાડ્યું નથી, કારણ કે અમને ક્યુબ ‌આવડતું જ નથી. હેનીલ નવાં-નવાં ક્યુબ મગાવતો જતો હતો અને પછી સ્પર્ધાઓમાં પણ પોતે ભાગ લેવા લાગ્યો હતો. ઇન્ટરનેટનો ઉપયોગ ગેમ રમવા નહીં પણ ક્યુબ ‌વિશે મા‌હિતી ભેગી કરવા કરતો હતો. રુ‌બિક ઇ‌ન્ડિયન ક્યુબ અસો‌સિએશન હેઠળ અનેક સ્પર્ધાઓમાં તેણે ભાગ લીધો છે અને ઇનામ જીત્યો છે. હેનીલને કુલ ૯ ક્યુબ આવડે છે. તે બે બાય બે ૧૨ સેકન્ડ, ૩ બાય ૩ ૩૦ સેકન્ડ, ૪ બાય ૪ બે ‌મિનિટ, ૫ બાય પ ‌પાંચ મિનિટ, ૬ બાય ૬ ૧૭ ‌મિનિટમાં ઉકેલી શકે છે.’

kandivli mumbai mumbai news