કચરા માટેનાં વાહનોની ખરીદીમાં પૈસાનું આંધણ

25 December, 2018 03:27 PM IST  |  | અરિતા સરકાર

કચરા માટેનાં વાહનોની ખરીદીમાં પૈસાનું આંધણ

કચરાના ડમ્પર છે ફોલ્ટી

કચરાનાં કૉમ્પૅક્ટર્સમાં સૂકા કચરા માટેનું કમ્પાર્ટમેન્ટ ઘણો નાનો હોવાની બાબતને ધ્યાનમાં લીધા વિના જ કચરો એકઠો કરવા માટે આવાં કૉમ્પૅક્ટર્સની બીએમસીએ મંજૂર કરેલી નવી ડિઝાઇનને કારણે છેલ્લા એક-દોઢ મહિનાથી ગ્પ્ઘ્ના કૉન્ટ્રૅક્ટર્સ તેમના રોજના ટાર્ગેટ કરતાં અડધો જ સૂકો કચરો એકઠો કરી શકે છે. આમ શહેરની સફાઈ પર પણ અસર થઈ રહી છે અને વધારાના ફેરા મારવા પડતા હોવાથી ઈંધણનું પણ આંધણ થઈ રહ્યું છે.

કૉન્ટ્રૅક્ટર્સે ગ્પ્ઘ્એ મંજૂર કરેલી નવી ડિઝાઇનનાં ૬૦૦ કૉમ્પૅક્ટર્સ ખરીદવા માટે લાખો રૂપિયા ફૂંકી માર્યા હોવા છતાં પોતાનો ટાર્ગેટ પૂરો કરવા તેમણે હવે કચરો ઉપાડવા બીજો ફેરો કરવી પડશે. એમાં પણ બીએમસીએ જો કૉમ્પૅક્ટર્સની વિશેષતાઓમાં ફેરફાર કરશે તો કૉન્ટ્રૅક્ટર્સે વધુ ખોટ વહન કરવી પડશે.

પાલિકાના પૂર્વીય પરાના ઍડિશનલ કમિશનર અને સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટના ઇન્ચાર્જ વિજય સિંઘલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બધો કચરો વ્યવસ્થિત રીતે એકઠો કરવામાં આવે એ માટે અમે આખી પરિસ્થિતિનું અવલોકન કરીને આવશ્યક પગલાં લઈશું. અમારી ગણતરી હતી કે પ્રત્યેક કૉમ્પૅક્ટર રોજનો ૪૦૦ કિલો કચરો એકઠો કરશે. જોકે હાલમાં પ્રત્યેક વાહન રોજનો લગભગ ૧૦૦થી ૨૦૦ કિલો કચરો એકઠો કરે છે. કૉન્ટ્રૅક્ટરો વધુ કચરો એકઠો કરી શકે એ માટે અમે ડિઝાઇનમાં ફેરફાર કરવા વિચારી રહ્યા છીએ. હાલના તબક્કે આ સમસ્યાનો માત્ર એક જ ઉપાય છે કે ઈ-વેસ્ટનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી એની જગ્યાનો ઉપયોગ ડ્રાય વેસ્ટ માટે કરી શકાય.’