મીરા-ભાઇંદરમાં બીજેપીનો હાઇટેક પ્રચાર

15 October, 2019 03:58 PM IST  |  મુંબઈ ડેસ્ક

મીરા-ભાઇંદરમાં બીજેપીનો હાઇટેક પ્રચાર

નરેન્દ્ર મહેતાએ જૈન સમાજના સાધુ-ભગવંતોના આશિર્વાદ મેળવ્યા હતા.

મુંબઈ : મીરા-ભાઇંદરમાં બીજેપીના અધિકૃત ઉમેદવાર નરેન્દ્ર મહેતાના પ્રચારમાં ઘણી અનોખી વાત જોવા મળી રહી છે. સ્ટ્રીટ-પ્લે જેવા પારંપરિક પ્રચાર સાથે કાયદેસર પરવાનગી લઈને ફેસબુક, વૉટ્સઍપ અને ટ્વિટર જેવી ઍપના માધ્યમથી સોશ્યલ મીડિયા પર પણ હાઇટેક પ્રચાર કરાઈ રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં મીરા-ભાઇંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ કરેલાં વિકાસકામોનો સ્ટ્રીટ-પ્લે દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાથી પદયાત્રામાં લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મતદારોને ઘેર-ઘેર જઈને મુલાકાત કરાતી હોવાથી નરેન્દ્ર મહેતા લોકોને પરિવારની જેમ જોડી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મૉર્નિંગ વૉક કરવા આવેલા મતદારોની મુલાકાત પણ લેવામાં આવે છે તેમ જ નરેન્દ્ર મહેતા રસ્તા પર સવારના સમયે સાઇકલ પર જઈને લોકો સાથે વાર્તાલાપ કરતા પણ જોવા મળ્યા હતા. સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓથી લઈને મહિલાઓ, સિનિયર સિટિઝનો પોતાની સમસ્યાઓ મનમૂકીને વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા સામે મૂકતાં હોવાથી એને તાત્કાલિક ઉકેલ પણ લાવવામાં પ્રાથમિકતા અપાતી હોવાથી લોકો પણ તેમની સાથે ઊભા રહેતા જોવા મળે છે. વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જૈન સમાજે પણ નરેન્દ્રભાઈને હકારાત્મક પ્રતિસાદ આપીને વિજયી થવા માટે આશીર્વાદ આપ્યા છે.

bhayander mira road mumbai bharatiya janata party