બીજેપીના નેતાઓ પોતાને ભગવાન ન સમજે : સંજય રાઉત

19 November, 2019 01:56 PM IST  |  Mumbai

બીજેપીના નેતાઓ પોતાને ભગવાન ન સમજે : સંજય રાઉત

સંજય રાઉત

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઊથલપાથલ વચ્ચે શિવસેનાએ સોમવારે પોતાની પૂર્વ સહયોગી પાર્ટી બીજેપી પર પ્રહાર કર્યા. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે બીજેપીના નેતા પોતાને ભગવાન સમજી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે તેઓ કંઈ પણ કરી શકે છે. બીજેપી નેતાઓની પોતે જ ભગવાનવાળી વિચારધારા ખોટી છે. દેશમાં મોટા-મોટા બાદશાહ આવ્યા અને જતા રહ્યા પરંતુ દેશનું લોકતંત્ર કાયમ છે. તેમણે કહ્યું કે એનડીએ કોઈની પ્રોપર્ટી નથી. તેમણે પ્રશ્ન કર્યો કે કોને પૂછીને અમને કાઢવામાં આવ્યા છે.
મીડિયા સાથે વાતચીત કરતાં સંજય રાઉતે કહ્યું કે બીજેપી નેતાઓની પોતાની જ ભગવાનવાળી વિચારસરણી ખોટી છે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન માટે અમે નહીં બીજેપી જવાબદાર છે. (બીજેપી નેતા) પોતાને જ ભગવાન સમજી રહ્યા છે. કોઈ પોતાનાને ભગવાન ન સમજે. દિલ્હીમાં મોટા-મોટા બાદશાહ આવ્યા અને ગયા, દેશનું લોકતંત્ર કાયમ છે.

એનડીએમાંથી કાઢવાના એલાન પર પણ સંજય રાઉતે નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કાઢવાની જાહેરાત બેબુનિયાદ છે. કયા આધાર પર એનડીએમાંથી શિવસેનાને બહાર કાઢ્યું છે. શિવસેના એનડીએને બનાવનાર પાર્ટી છે. અમે હંમેશાં એનડીએને સાથ આપ્યો અને જે હંમેશાં સાથે રહ્યા તેને બહાર કરાયા છે. કોઈને પણ પૂછયા વગર શિવસેનાને કાઢવામાં આવી છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં મહારાષ્ટ્રમાં નવી સરકાર બની જશે.

sanjay raut mumbai news