મુંબઈ : 20,000 રૂપિયામાં બાળકી વેચવાના કૌભાંડનો પર્દાફાશ

23 July, 2019 01:04 PM IST  |  મુંબઈ | અરિતા સરકાર

મુંબઈ : 20,000 રૂપિયામાં બાળકી વેચવાના કૌભાંડનો પર્દાફાશ

પ્રતીકાત્મક તસવીર

અમ્બોલી પોલીસે તાજેતરમાં જ દત્તક આપવાના નામે નવજાત બાળકના વેચાણનો કેસ દાખલ કર્યો હતો અને ૨૬ જૂનના રોજ આરોપી ખરીદદારની ધરપકડ કરી હતી. ૩૮ વર્ષીય દુર્ગામિતી સહાએ જુહુ સ્થિત કૂપર હૉસ્પિટલ ખાતે જન્મેલી તેની બાળકીને ૮ જાન્યુઆરીના રોજ ૪૨ વર્ષના કિરપાલ સિંઘને વેચી દીધી હતી. સેન્ટ્રલ એડોપ્શન એન્ડ રજિસ્ટ્રેશન એજન્સી (CARA)ના નિયમોની વિરુદ્ધ, સિંઘ અને સહાએ ૨૨ જાન્યુઆરીના રોજ અંધેરી મેટ્રોપોલિટન કોર્ટ ખાતે માતાને નાણાકીય વળતર સાથે એડોપ્શનનો દસ્તાવેજ ફાઇલ કર્યો હતો.

બાળકીના જન્મના બે દિવસ બાદ સહાના પાડોશીએ રૂ. ૧,૫૦,૦૦૦ના સોદા વિશે એક એનજીઓને જાણ કરી હતી. એનજીઓએ આમ ન કરવા અંગે ચેતવણી આપી હોવા છતાં, સહાએ રૂ. ૨૦,૦૦૦માં પતાવટ કરી હતી અને ફેબ્રુઆરીમાં તેની પુત્રી સિંઘને સોંપી દીધી હતી અને સિંઘ બાળકીને પંજાબમાં તેની પત્ની પાસે લઈ ગયો હતો.

આ પણ વાંચો : મુંબઈ: ડોંગરી ચિલ્ડ્રન્સ હોમના આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર આપી ધમકી

ત્યાર બાદ આ મામલો બાળ કલ્યાણ સમિતિ (સીડબ્લ્યુસી)ના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો, જેણે અમ્બોલી પોલીસ સમક્ષ કેસ દાખલ કર્યો હતો. ૨૬ જૂનના રોજ સિંઘની ધરપકડ થયા બાદ સીડબ્લ્યુસીએ શિશુની કસ્ટડી લીધી હતી. સાત વર્ષીય બાળકીને હાલમાં કાંજુરમાર્ગ ખાતેના અનાથાશ્રમ વાત્સલ્ય ટ્રસ્ટ ખાતે રાખવામાં આવી છે અને આ કેસ કાનૂની રીતે પૂરો ન થાય ત્યાં સુધી બાળકીને ત્યાં જ રાખવામાં આવશે.

amboli mumbai crime news