મુંબઈ: જળાશયોની સપાટી ઘટી, પાણીનો જથ્થો ત્રણ વર્ષમાં સૌથી ઓછો

17 April, 2019 11:28 AM IST  |  મુંબઈ | અરિતા સરકાર

મુંબઈ: જળાશયોની સપાટી ઘટી, પાણીનો જથ્થો ત્રણ વર્ષમાં સૌથી ઓછો

પ્રતીકાત્મક તસવીર

શહેરના ઉષ્ણતામાનમાં વૃદ્ધિની સાથે પાણી પુરવઠો આપતાં જળાશયોની સપાટી પણ ઝડપથી ઘટી રહી છે. ૧૬ એપ્રિલે સાત જળાશયોમાં કુલ ૩૨,૮૦,૪૯૦ લાખ લિટર જળસંગ્રહ નોંધાયો હતો. આ જથ્થો છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે. સાત જળાશયોની કુલ ક્ષમતા ૧,૪૪,૮૦,૦૦૦ લિટરની છે. કુલ ક્ષમતાના પ્રમાણમાં જળસંગ્રહ હોવો અનિવાર્ય છે.

આગલા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે જળસપાટી નોંધપાત્ર પ્રમાણમાં નીચે ઊતરી છે. સાત જળાશયોમાં કુલ જળસંગ્રહ ૨૦૧૭ની ૧૬ એપ્રિલે ૫૨,૧૧,૯૦૦ લાખ લિટર અને ૨૦૧૮ની ૧૬ એપ્રિલે ૫૧,૧૬,૧૯૦ લાખ લિટર હતો.

આ પણ વાંચો : મુંબઈ: 100 કરતાં વધુને ઠગનારા હૈદરાબાદની ટ્રાવેલિંગ કંપનીના માલિકની ધરપકડ

BMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષના ચોમાસામાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડ્યો, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પાંખો થયો હતો. એ સમયગાળામાં પાણીનો થોડો જથ્થો અમે વાપર્યો હતો. એ સંજોગોમાં જે ઘટ પડી એને કારણે હાલમાં જળાશયોનું સ્તર નીચું જણાય છે. તેમ છતાં આવતા જૂન મહિના સુધી ચાલે એટલું પાણી જળાશયોમાં હોવાથી ચિંતા કરવાની જરૂર નથી.’

mumbai news brihanmumbai municipal corporation