દેખાવો હિપ-હોપ વિડિયો માટેનો મંચ બન્યા

13 January, 2020 04:31 PM IST  |  Mumbai | Amruta Khandekar and P Vatsalya

દેખાવો હિપ-હોપ વિડિયો માટેનો મંચ બન્યા

સ્વદેશી નામના હિપ-હોપ ગ્રુપ

મુંબઈમાં શુક્રવારે આઝાદ મેદાન ખાતે સીએએ વિરુદ્ધ થયેલા દેખાવોમાં ઉત્સાહી કલાકારોના એક જૂથે તેમના વ્યંગાત્મક રેપ સોંગ સાથે રૅલીમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. સ્વદેશી નામના હિપ-હોપ ગ્રુપે તેમના આગામી માસ્ટરપીસ ‘ક્રાંતિ હાવી’ માટે આ સ્થળ પસંદ કર્યું હતું.

પોતાના સ્ટેજ નેમ એમસી મવાલીથી જાણીતા ૨૫ વર્ષના અખિલેશ સુતારે જણાવ્યું હતું કે ‘સ્વદેશી નામ સ્થાનિક ભાષાઓનું મહત્વ વ્યક્ત કરે છે. આ રીતે અમે શરૂઆત કરી હતી. અમે અમારી માતૃભાષાને વણી લીધી હતી અને રોજબરોજના સામાજિક તથા રાજકીય પ્રશ્નોને રેપમાં સાંકળી લીધા હતા.’

આઝાદ મેદાન ખાતે ઉપસ્થિત રહેલા અન્ય રેપર્સમાં એમસી તોડફોડ તરીકે ઓળખાતા ધર્મેશ પરમાર અને ૧૦૦ આરબીએચ તરીકે જાણીતા સૌરભ અભ્યંકરનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો : મુંબઈમાં સીએએ-એનઆરસી તરફી, એની વિરુદ્ધ રૅલીઓ

હિપ-હોપ પ્રત્યેના તેમના લગાવ તથા કળાત્મક અભિવ્યક્તિને પગલે તેઓ વર્ષો અગાઉ એકમેક સાથે સંકળાયા હતા. તેમના ગ્રુપમાં ગ્રેફિટી આર્ટિસ્ટ્સ, પ્રોડ્યુસર, રેપર, ડીજે તથા પોતાની કળા થકી પરિવર્તનને સમર્પિત અન્ય કલાકારોનો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિ પાસે અમે સૌ કેવી રીતે મળ્યા તે અંગેની વાતો છે. અમારા પૈકીના કેટલાક લોકો કૉલેજમાં મિત્ર બન્યા હતા, તો કેટલાક એકમેકની નજીક રહેતા હતા, તેમ એમસી તોડફોડે જણાવ્યું હતું.

azad maidan mumbai news caa 2019 cab 2019 citizenship amendment act 2019