થાણેમાં લેડિઝ સ્પેશ્યલ તેજસ્વિની બસ શરૂ કરાઈ

19 September, 2019 08:58 AM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

થાણેમાં લેડિઝ સ્પેશ્યલ તેજસ્વિની બસ શરૂ કરાઈ

તેજસ્વિની બસ

થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી)એ ગઈ કાલથી મહિલાઓ માટે વિશેષ બસ-સર્વિસ ‘તેજસ્વિની’ શરૂ કરી છે. માત્ર મહિલાઓ માટેની આ ૫૦ બસમાં પૅનિક અલાર્મથી માંડીને સીસીટીવી કૅમેરા અને જીપીએસ ટ્રેકર સહિતની મહિલાઓ માટે આવશ્યક તમામ સુવિધાઓ હશે. આ બસ માટેની દરખાસ્ત ૨૦૧૬-’૧૭થી કરવામાં આવી હતી. ગઈ કાલે તેજસ્વિનીની પહેલી બસ રસ્તા પર મૂકવામાં આવી હતી. બાકીની ૪૯ બસ આ અઠવાડિયાની અંદર શરૂ કરાશે. 

આ પણ વાંચો : મુંબઈ, થાણેમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી

રસ્તા પરનો ટ્રાફિક, ખીચોખીચ ભરેલી ટ્રેનો અને બસો વચ્ચે પિસાતી થાણેની મહિલાઓને ‘તેજસ્વિની’ શરૂ થતાં ઘણી રાહત મળી છે. મહિલાઓ માટેની આ બસમાં ડ્રાઇવર સિવાય તમામ મુસાફરો તેમ જ કન્ડક્ટર પણ મહિલા જ હશે. આ બસો પીક અવર્સ દરમ્યાન ટીએમટીના તમામ ૯૭ રૂટ પર દોડાવાશે. આમ સવારે છ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી અને સાંજે છ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધીના પીક અવર્સમાં આ બસોમાં માત્ર મહિલાઓ યાત્રા કરી શકશે. નૉન-પીક અવર્સમાં પુરુષ યાત્રીઓ આ બસમાં પ્રવાસ કરી શકશે.

mumbai news thane