લોકમાન્ય ટિળકની પુણ્યતિથિએ મુંબઈમાં પચીસ દિવસ રક્તદાન શિબિર યોજાશે

20 July, 2020 12:04 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

લોકમાન્ય ટિળકની પુણ્યતિથિએ મુંબઈમાં પચીસ દિવસ રક્તદાન શિબિર યોજાશે

પ્રતીકાત્મક તસવીર

દેશના સ્વાતંત્ર્યની લડતના મૂળભૂત લડાયકોમાંથી એક લોકમાન્ય બાળગંગાધર ટિળકની આગામી પુણ્યતિથિ નિમિત્તે મુંબઈની સંસ્થા ભૂમિ સ્મારક સમિતિ સતત પચીસ દિવસ રક્તદાન શિબિરો યોજશે. લોકમાન્ય ટિળકનો જન્મ ૧૮૫૬ની ૨૩ જુલાઈએ રત્નાગિરિ જિલ્લાના ચિખાલી ગામમાં અને અવસાન ૧૯૨૦ની ૧ ઑગસ્ટે મુંબઈમાં થયું હતું. એથી આ વર્ષે ટિળકની પુણ્યતિથિના શતાબ્દી વર્ષ નિમિત્તે ૨૩ જુલાઈથી ૧૫ ઑગસ્ટ સુધી રક્તદાન શિબિરો યોજવાનો નિર્ણય ભૂમિ સ્મારક સમિતિએ લીધો છે.
ભૂમિ સ્મારક નિધિના સ્થાપક પ્રકાશ સિલમે જણાવ્યું હતું કે ‘આ કાર્યક્રમ માટે તમામ ગણેશોત્સવ મંડળોને તેમના વિસ્તારમાં ઉપલબ્ધ રક્તદાતાઓની યાદી બનાવવાનો અનુરોધ કર્યો છે. રક્તદાન શિબિરોમાં સાયન હૉસ્પિટલની ટીમ હાજર રહેશે. એકઠું થનારું લોહી સાયન હૉસ્પિટલમાં કોરોના ઇન્ફેક્શનના તથા અન્ય દરદીઓની સારવારમાં વપરાશે. પચીસ દિવસની રક્તદાન શિબિર ગિરગાંવ ચોપાટી ખાતે લોકમાન્ય ટિળકના સ્મારકની પાસે બિરલા ક્રીડા કેન્દ્રના પરિસરમાં યોજાશે.’

mumbai mumbai news