૨૦૦૦ની નોટના મામલે સિનિયર સિટિઝનને ટૅક્સીવાળાએ છેતર્યા

21 October, 2019 01:51 PM IST  |  મુંબઈ ડેસ્ક

૨૦૦૦ની નોટના મામલે સિનિયર સિટિઝનને ટૅક્સીવાળાએ છેતર્યા

ભાઇંદરના સિનિયર સિટિઝન સુનીલ શાહ સાથે ટૅક્સીવાળાએ હાથસફાઇ કરી હતી.

આજકાલ મુંબઈના ‌સિ‌નિયર ‌સિ‌‌ટિઝનોને ટૅક્સીવાળાઓ શિકાર બનાવતા હોય એવા બનાવ બને છે. ભાઈંદરના ૬૦ વર્ષના ગુજરાતી ‌સિ‌નિ‌યર ‌સિ‌ટિઝને પણ આવો છેતરપિંડીનો અનુભવ કર્યો હતો. 

ભાઈંદર-વેસ્ટમાં ‌સિક્સ્ટી ફીટ રોડ પર આવેલા રત્નશ્રી ‌‌બિ‌લ્ડિંગમાં રહેતા ૬૦ વર્ષના સુ‌નીલ બાબુલાલ કાલબાદેવીમાં કૉટન એક્સચેન્જથી ચર્ચગેટ સ્ટેશને જવા માટે ટૅક્સીની રાહ જોઈ રહ્યા હતા. દરમ્યાન એક ટૅક્સીવાળાએ કહ્યું કે હું તમને લઈ જઈશ, પરંતુ મારી પાસે ૨૦૦૦ રૂપિયાના છૂટા છે. મને ૨૦૦૦ની એક નોટ આપશો. સિનિયર સિટિઝને ઘણા વખતથી ટૅક્સી ન મળતી હોવાથી હા પાડી હતી, પરંતુ સુનીલ બાબુલાલે આપેલી ૨૦૦૦ની નોટને હાથચાલાકીથી બદલી નાખીને કહ્યું હતું કે આ તો ૨૦૦ રૂપિયાની નોટ છે. ટ્રેનમાં બેસ્યા બાદ હિસાબ કરતાં ખબર પડી કે ટૅક્સીવાળાએ છેતર્યા છે.

mumbai mumbai news