રિપોર્ટિંગ કરી રહેલા મિડ-ડેના પત્રકારને ધમકી આપનાર સામે ફરિયાદ નોંધાઈ

18 January, 2019 08:13 AM IST  |  મુંબઈ

રિપોર્ટિંગ કરી રહેલા મિડ-ડેના પત્રકારને ધમકી આપનાર સામે ફરિયાદ નોંધાઈ

ડોમ્બિવલીમાં રિપોર્ટિંગ કરી રહેલા ‘મિડ-ડે’ના પત્રકારને ધમકાવનાર સામે દખલપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે. ડોમ્બિવલીમાં આંબેડકર રોડ પાસે એક ટ્રકનો અકસ્માત થયો હતો અને એ સંદર્ભે ‘મિડ-ડે’નો રિપોર્ટર સાગર ગોર ફોટો પાડવા અને માહિતી મેળવવા ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરંતુ તેને ધમકાવીને પાછો ધકેલવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ મુંબઈ: આ સ્ટેશન-માસ્ટરને સલામ કરો

હું સ્ટોરી નિમિત્તે અકસ્માત થયેલી ટ્રકના ફોટો લઈ રહ્યો હતો એમ જણાવીને સાગર ગોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ત્યાંનો વૉચમૅન અને અન્ય બે-ચાર જણ મારી પાસે આવ્યા હતા. પરવાનગી વિના શા માટે ફોટો પાડ્યા એવો પ્રશ્ન કરીને મારા હાથમાંથી મોબાઇલ છીનવી લીધો હતો. તેમણે ફોટો પણ ડિલીટ કરી દીધા હતા, પરંતુ મારો મોબાઇલ પાછો આપતા નહોતા. હું ‘મિડ-ડે’માં નોકરી કરું છું એમ કહ્યું તો તેમણે સ્થાનિક રાજકારણીઓનાં નામ લઈને મને દબડાવ્યો હતો. મને ધક્કો મારીને ત્યાંથી હકાલ્યો તેમ જ મારી નોકરી છોડાવી દેવાની ધમકી પણ આપી હતી. હું ત્યાંથી ચૂપચાપ જતો રહ્યો અને પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિનિયર ઇન્સ્પેક્ટરે એક કૉન્સ્ટેબલને મારી સાથે મોકલ્યો અને ત્યાંથી બે જણને તેઓ પકડી પોલીસ-સ્ટેશનમાં લાવ્યા હતા.’

mumbai