રવિવારે જોગેશ્વરી સ્ટેશન પર અધધ ૯ કલાકનો મેજર બ્લૉક

27 April, 2017 06:42 AM IST  | 

રવિવારે જોગેશ્વરી સ્ટેશન પર અધધ ૯ કલાકનો મેજર બ્લૉક



હાર્બર લાઇનના વિસ્તરણના કાર્ય માટે રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી જોગેશ્વરી સ્ટેશનની ડાઉન સ્લો લાઇન પર નવ કલાકનો મેજર બ્લૉક રહેશે.

બ્લૉક દરમ્યાન ડાઉન તરફની સ્લો ટ્રેનો અંધેરી અને ગોરેગામ વચ્ચે ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે તેમ જ રામમંદિર સ્ટેશનમાં ફાસ્ટ લાઇન પર પ્લૅટફૉર્મ ન હોવાથી ત્યાં ઊભી નહીં રહે.

૧૫ કોચ અને ગોરેગામ લોકલને છોડીને દહાણુ રોડ, વિરાર-વસઈ રોડ, ભાઈંદર, બોરીવલી, મલાડની તમામ ડાઉન ફાસ્ટ ટ્રેનો ૩૦ એપ્રિલથી ૭ મે સુધી જોગેશ્વરી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પર ઊભી રહેશે અને એ તમામ ટ્રેનોને ડબલ હૉલ્ટ આપવામાં આવશે.

૩૦ એપ્રિલથી ૭ મે સુધી ડાઉન સ્લો ટ્રૅક પર ચાલતી તમામ ટ્રેનો જોગેશ્વરી સ્ટેશન પર પ્લૅટફૉર્મ ન હોવાથી ઊભી નહીં રહે. બ્લૉકને કારણે અમુક ટ્રેનો રદ કરવામાં આવશે.