H3N2થી અત્યાર સુધીમાં 9 મોત, સૌથી વધુ કેસ મહારષ્ટ્રમાં, મુંબઈમાં નવા 4 દર્દી મળ્યા

16 March, 2023 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર (Maharashtra)સહિત દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો ખતરો વધી ગયો છે. મુંબઈ(Mumbai)માં નવા 4 કેસ નોંંધાયા છે.

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો ખતરો વધી ગયો છે. આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. તે જ સમયે, વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂ અને H3N2ના કુલ 352 કેસ નોંધાયા છે. તેમાંથી 58 દર્દીઓ H3N2 થી પીડિત છે.

BMC અનુસાર, મુંબઈમાં 32 દર્દીઓ દાખલ છે, જેમાંથી 4 દર્દીઓ H3N2 અને 28 H1N1 દર્દીઓ છે. આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે.

રાજ્યમાં ઈન્ફલ્યુએન્ઝા H3N2ના ખતરાને જોતા મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે.

મહરાષ્ટ્રમાં આ વાયરસથી અત્યાર સુધીમાં બેના મોત થઈ ચૂક્યા છે. જેમાં એક અહેમદનગરનો વિદ્યાર્થી સામેલ છે. જે અભ્યાસ બાદ પોતાના મિત્રો સાથે અલીબાગ ફરવા ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ તેની તબિયત લથડી પડી હતી. 

આ પણ વાંચો:કોરોના જેમ જીવલેણ બન્યો H3N2 વાયરસ, લક્ષણો સહિત તમામ એ ટુ ઝેડ માહિતી જાણો અહીં

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે કહ્યું કે H3N2 વાયરસથી સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ હોસ્પિટલને પણ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે  H3N2 વાયરસ જીવલેણ નથી તેનાથી સારવાર દ્વારા મુક્તી મેળવી શકાય છે. માટે વધુ ચિંતા કરવાની જરૂર નથી.  

mumbai news maharashtra coronavirus