✕

આગ પર બેઠેલું થાણે : ફાયરબ્રિગેડમાં ૭૯ ટકા સ્ટાફની અછત

13 November, 2026 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાહેજા ગાર્ડન કૉમ્પ્લેક્સમાં આગ લાગી ત્યારે મુંબઈ ફાયરબ્રિગેડ વહારે આવી, થાણે ફાયરબ્રિગેડની કફોડી હાલત છતી થઈ

પ્રતીકાત્મક તસવીર

થાણેના રાહેજા ગાર્ડન કૉમ્પ્લેક્સમાં રવિવારે ભીષણ આગની ઘટના બની ત્યારે એના પર કાબૂ મેળવવા માટે થાણે ફાયરબ્રિગેડ અક્ષમ હતી અને મુંબઈ ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. જોકે એના માટે થાણે ફાયરબ્રિગેડના સ્ટાફની કચાશ નહીં પણ સ્ટાફની અછત કારણભૂત હતી. રાહેજા ગાર્ડન કૉમ્પ્લેક્સના કાર્લાઇલ બિલ્ડિંગમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે મુંબઈ ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી ત્યારે થાણે ફાયરબ્રિગેડમાં જરૂર કરતાં ૭૯ ટકા સ્ટાફ ઓછો હોવાનું છતું થયું હતું.

થાણે ફાયરબ્રિગેડમાં ૭૯ ટકા સ્ટાફની જગ્યા ખાલી છે અને ૬૬૧ પોસ્ટ ખાલી પડેલી છે જેને પગલે ઇમર્જન્સી પરિસ્થિતિમાં થાણે ફાયરબ્રિગેડની તૈયારી સામે સવાલ ઊભો થયો છે. આગ કે બિલ્ડિંગ પડી જવાની તથા અન્ય પરિસ્થિતિ જેમાં લોકોના જીવ જોખમમાં હોય ત્યારે થાણે ફાયરબ્રિગેડ કઈ રીતે એને પહોંચી વળશે એવો પ્રશ્ન મળેલા આંકડાઓ પરથી ઊભો થયો છે. 
અત્યારે થાણેની લોકસંખ્યા પચીસ લાખ છે અને એની સામે થાણે ફાયરબ્રિગેડમાં ફક્ત ૧૭૪ અધિકારીઓ-જવાનો કાર્યરત છે. થાણેમાં કુલ ૧૪ ફાયર-સ્ટેશન આવેલાં છે અને બધાંમાં જ ગણતરીનો સ્ટાફ છે. આટલી ઓછી સંખ્યા તેમનાં બચાવકાર્ય પર સીધી અસર કરે છે. 

mumbai news mumbai thane mumbai fire brigade fire incident