મુલુંડમાં ૭૫ ટકા લોકોનાં આધાર કાર્ડ તૈયાર

26 September, 2012 08:32 AM IST  | 

મુલુંડમાં ૭૫ ટકા લોકોનાં આધાર કાર્ડ તૈયાર

તેથી લોકો જાગૃત થયા છે અને પોતાનાં આધાર કાર્ડ બનાવી રહ્યા છે. પહેલાં શરૂ કરવામાં આવેલાં કેન્દ્રો સમયે વધુ લોકોને જાણ ન હોવાથી તેમનાં આધાર કાર્ડ બન્યાં નહોતાં, પણ હવે સરકારે ફરી આ કેન્દ્રો સુધરાઈની જગ્યાઓમાં શરૂ કર્યાં છે. મુલુંડમાં સુધરાઈની બે સ્કૂલોમાં આધાર કાર્ડ બનાવવાનું કામ ૧ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે જેમાં ૭૫ ટકા મુલુંડવાસીઓનાં આધાર કાર્ડ બની ગયાં છે.

આ વિશે વધુ માહિતી આપતાં ડિસ્ટ્રિક્ટ કો-ઑર્ડિનેટર અબદુલ્લા શેખે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આધાર કાર્ડ એક આઇડેન્ટિફિકેશન છે. આધાર કાર્ડ ઓળખ અને ઍડ્રેસ બન્નેનો પુરાવો દર્શાવે છે. આ વ્યક્તિનું ઇન્ડિયન સિટિઝન કાર્ડ થઈ ગયું એમ કહેવાય. મુલુંડ-વેસ્ટમાં સુધરાઈની દેવીદયાલ ઉપાધ્યાય સ્કૂલમાં અને મુલુંડ-ઈસ્ટમાં સુધરાઈની મીઠાઘર સ્કૂલમાં ૧ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલાં આધાર કેન્દ્રોમાં અત્યાર સુધીમાં ૭૫ ટકા જેટલા લોકોનાં આધાર કાર્ડ તૈયાર થઈ ગયાં છે અને આધાર કાર્ડ બનાવવાની પ્રોસેસ ફરી શરૂ કરવામાં આવી છે. એનાં બૅનર રેલવે-સ્ટેશન, મુલુંડ ડેપો તેમ જ T વૉર્ડ-ઑફિસમાં પણ લગાડવામાં આવ્યાં છે. એમાં આધાર કેન્દ્રો ક્યાં છે એનાં ઍડેÿસ મૅન્શન કરવામાં આવ્યાં છે. નાનાથી લઈને મોટા બધા જ લોકો માટે આધાર કાર્ડ બનાવવું જરૂરી છે.’