68 વર્ષની દાદીએ કર્યું આ સૌથી ખતરનાક કામ

11 October, 2020 05:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

68 વર્ષની દાદીએ કર્યું આ સૌથી ખતરનાક કામ

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

વિશ્વમાં ઘણી એવી સ્પોર્ટ્સ છે જે ખતરનાક ગણાય છે. આમાં ટ્રેકિંગનો પણ સમાવેશ થાય છે. જો એક પણ ભૂલ થાય તો તમે જીવ પણ ગુમાવી શકો છો. પરંતુ સોશ્યલ મીડિયામાં એક દાદી વાયરલ થઈ રહ્યા છે. તેમણે એક ખતરનાક ટ્રેકિંગને પાર પાડતા સોશ્યલ મીડિયામાં તેમની પ્રશંસા થઈ રહી છે.

મહારાષ્ટ્રના નાશિકમાં કસારાથી 60 કિલોમીટર દૂર એક સુંદર પર્વત છે. આ પર્વતની ટોચ ઉપર એક કિલ્લો છે, જેને હર્ષગઢ તરીકે ઓળખાય છે. આ કિલ્લા સુધી પહોંચવુ સરળ નથી, કારણ કે ચઢાણ 90 ડિગ્રી જેટલુ છે. આ ચઢાણને હિમાલયન માઉન્ટેનિયર વિશ્વનું સૌથી ખતરનાક ટ્રેક ગણે છે.

આ ખતરનાક ચઢાણ પણ 68 વર્ષિય આશા આમડેએ પાર કર્યું હતું. લોકોએ તેમનો વીડિયો ઉતાર્યો અને આજુબાજુના લોકોએ તેમના સન્માનમાં તાળીઓ વગાડી હતી.

તેમનો આ વીડિયો ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક દરેક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થઈ રહ્યો છે. તેમની બહાદુરીને સોશ્યલ મીડિયા યુઝર્સે બિરદાવી હતી.

સમાચારના હિસાબે આશા દાદી નિયમિત કસરત કરે છે. તેમના બાળકો આ ટ્રેક પર આવતા રહેતા હોય છે પરંતુ તે પહેલી વખત આવ્યા હતા.

maharashtra viral videos