મુંબઈમાં 67% વાલીઓ બાળકોને શાળાએ મોકલવાની તરફેણમાં : લીડ સર્વે

20 September, 2021 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તારણો પરથી જાણવા મળ્યું છે કે 59% વાલીઓએ માને છે કે તેમના બાળકોને મહામારીને કારણે શિક્ષણમાં નુકસાન થયું છે

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

એવા સમયે જ્યારે રાજ્ય સરકાર લોકડાઉનના પ્રતિબંધોને હળવા કરી રહી છે અને તબક્કાવાર રીતે લગભગ 18 મહિના બાદ શાળાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે એડટેક કંપની લીડ એ બાળકોને શાળામાં ફરી મોકલવા અંગેના વાલીઓના મંતવ્યો જાણવા માટે તેમનો એક સર્વે કર્યો હતો.

તારણો પરથી જાણવા મળ્યું છે કે 59% વાલીઓએ માને છે કે તેમના બાળકોને મહામારીને કારણે શિક્ષણમાં નુકસાન થયું છે અને 67% મુંબઈ વાલીઓ તેમના બાળકોને શાળામાં પાછા મોકલવા માટે તૈયાર છે. તેઓ માને છે કે શાળાનો સંપૂર્ણ અનુભવ ફક્ત શાળા શરૂ થયા બાદ જ શક્ય છે.

આ સર્વે 10,500 મેટ્રો અને નોન-મેટ્રો સિટીમાં રહેતા વાલીઓ વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો જેમના બાળકો ધોરણ 1-10માં અભ્યાસ કરે છે.

બાળકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને, LEAD ના સર્વેમાં જાણવા મળ્યું છે કે 22% વાલીઓ માટે, શાળા સ્ટાફનું રસીકરણ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ ઉપરાંત 55% મેટ્રો સિટીમાં રહેતા વાલીઓએ સોશિયલ ડિસ્ટનસિંગને સૌથી જરૂરી ગણાવ્યું હતું. ત્યાર બાદ 54% વાલીઓએ આરોગ્ય સુવિધાઓને પ્રાધાન્ય આપ્યું હતું. તો જ્યારે 52% નોન-મેટ્રો સિટીના વાલીઓએ કહ્યું કે રમતો અને સામાજિક અંતર સમાનરૂપે મહત્ત્વપૂર્ણ છે.

મહામારી દરમિયાન બાળકો અને વાલીઓ દ્વારા સામનો કરવામાં આવેલા પડકારોનો વિશે વાત કરતા, શરૂઆતના દિવસોમાં તેઓ કેવી રીતે `વર્ક ફ્રોમ હોમ` અને `સ્કૂલ ફ્રોમ હોમ` વચ્ચે ગૂંચવાયા હતા, તે યાદ આવ્યું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મેટ્રો સિટીમાં રહેતા 47% વાલીઓ તેમના બાળકોની શાળાની પ્રવૃત્તિમાં દિવસમાં 3-4 કલાક જેટલો સમય પસાર કરે છે, જ્યારે નોન-મેટ્રો સિટીના 44% વાલીઓ આમ કરે છે. વધુમાં, સર્વે સૂચવે છે કે મોટાભાગના માતાપિતા (63%) માને છે કે ભૌતિક વર્ગખંડમાં બાળકોનું જોડાણ વધુ સારા સામાજિક વ્યવહાર તરફ દોરી જાય છે.

લીડના સહ-સ્થાપક અને સીઈઓ સુમિત મહેતાએ જણાવ્યું હતું કે “છેલ્લા દોઢ વર્ષ શિક્ષકો, આચાર્યો, શાળાઓ અને સૌથી વધુ વિદ્યાર્થીઓ માટે સરળ રહ્યું નથી. સૌથી ઓછી આવક વર્ગના બાળકોને ડેટા અને ઉપકરણોની અપ્રાપ્યતાને કારણે મહત્તમ શિક્ષણિક નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. અમારું સર્વેક્ષણ સ્પષ્ટપણે બતાવે છે કે 67% મુંબઈ વાલીઓ તેમના બાળકોને શાળામાં પાછા મોકલવા માટે `હા` કહી રહ્યા છે. તો ચાલો વાલીઓની આ માગણી સાંભળીએ, જ્યારે 33% જેઓ તૈયાર નથી તેમના માટે ઓનલાઇન શિક્ષણને ચાલુ જ રાખીએ. શાળાઓને જીવન-જરૂરી (એસેન્સિયલ) ગણવાની જરૂર છે અને માતાપિતાએ તેમના બાળકોને સકારાત્મક અને મોકળા મને શાળામાં પાછા મોકલવા જોઈએ.”

નોન-મેટ્રો સિટીમાં માત્ર 40% વાલીઓએ જણાવ્યું હતું કે તેમના બાળકો પર્સનલ કમ્પ્યુટર પર અભ્યાસ કરે છે, જ્યારે લગભગ 60% મેટ્રો વાલીઓએ સૂચવ્યું છે કે તેમનું બાળક લોકડાઉનમાં એક વર્ષ પછી પણ કમ્પ્યુટર/લેપટોપ પર શીખે છે. નોન-મેટ્રો સિટીના મોટાભાગના વિદ્યાર્થીઓ સ્માર્ટફોન દ્વારા શાળાઓમાં ભણ્યા હતા, જે ઘણી વખત વાલીઓની ચિંતામાં વધારો કરે છે.

ડેટા એ પણ સૂચવે છે કે ભવિષ્યના કૌશલ્યની વાત આવે ત્યારે બાળકોનું વર્ચ્યુઅલ શિક્ષણ વાતાવરણ મેટ્રો સિટીમાં રહેતા વાલીઓ કરતાં નોન-મેટ્રોસિટીમાં રહેતા વાલીઓ માટે વધુ ચિંતાજનક પરિબળ રહ્યું છે. 53% મેટ્રો સિટીના વાલીઓએ સમસ્યાનું નિરાકરણ અને તાર્કિક ક્ષમતાને સૌથી મહત્વપૂર્ણ કૌશલ્ય તરીકે રેટ કર્યું છે, જ્યારે 47% નોન-મેટ્રોસિટીના વાલીઓએ આ બાબત સ્વીકારી છે. એ જ રીતે, 50% થી વધુ મેટ્રો વાલીઓને લાગ્યું કે ડિજિટલ સાક્ષરતા એક મહત્ત્વનું કૌશલ્ય છે, જ્યારે માત્ર 45% બિન-મેટ્રો સિટીના વાલીઓએ તેણી તરફેણ કરી હતી. વ્યાવસાયિક એક્સપોઝર અને કુશળતા, નૈતિકતા અને નૈતિક શ્રવણ, કોડિંગ અને ગણતરીની કુશળતા ઉપરાંત અન્ય કેટલીક કુશળતા હતી જેને મહાનગરોના વાલીઓએ મહત્ત્વ આપ્યું હતું.

જ્યારે મહાનગરો અને નોન-મેટ્રોસિટી બંનેના 70% વાલીઓએ જણાવ્યું હતું કે બંને માતા અને પિતા તેમના બાળકોની શિક્ષણ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. `માત્ર માતાઓ` તેમના અભ્યાસમાં સામેલ હોવાના મેટ્રો સિટીમાં કિસ્સા (21%) હતા, જ્યારે નોન-મેટ્રોસિટીમાં આ સૂચકાંક 18% હતો, જે ખાસ કરીને કામ કરતી મહિલાઓ માટે વધતી જવાબદારીઓ દર્શાવે છે.

mumbai news mumbai