કોરોનાને માત આપી હૉસ્પિટલમાંથી બહાર નીકળતાં આ સિનિયર સિટિઝન નાચ્યાં

22 May, 2020 07:17 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

કોરોનાને માત આપી હૉસ્પિટલમાંથી બહાર નીકળતાં આ સિનિયર સિટિઝન નાચ્યાં

પ્રતિકાત્મક તસવીર

પુણે જિલ્લામાં કોરોના વાઇરસના ચેપ સામે ૧૦ દિવસ હૉસ્પિટલમાં ઝઝૂમ્યા બાદ સાજી થઈને ઘરે જવા રવાના થયેલી ૬૫ વર્ષની વૃદ્ધાએ હૉસ્પિટલમાંથી બહાર આવતાં ડાન્સ કર્યો હતો. ઔંધ સિવિલ હૉસ્પિટલમાંથી રજા મેળવનારી મંગલવાર પેઠની રહેવાસી આ વૃદ્ધાનો ડાન્સ કરતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

વિડિયો ક્લિપમાં સાઠ વર્ષ વટાવી ચૂકેલી તેમ જ ડાયાબિટીઝ અને આર્થ્રાઇટિસથી પીડાતી આ મહિલા મેડિકલ સ્ટાફ સાથે હૉસ્પિટલમાંથી ખુશખુશાલ બહાર નીકળતી વખતે ચાલવાની લાકડીનો ટેકો લઈને નાચતી જોવા મળે છે. 

કેટલાક દિવસો પહેલાં આ વૃદ્ધાની કોરોના વાઇરસ ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. શ્વાસમાં તકલીફ અને કફની ફરિયાદને કારણે તેમને આઇસીયુમાં દાખલ કરી ૧૦-૧૨ દિવસ પસાર કર્યા. ત્યાર બાદ તેમને જનરલ વૉર્ડમાં ખસેડાયાં હતાં. તેમની તબિયતમાં સુધારો થયા બાદ તેમ જ કોવિડ-19નું ટેસ્ટિંગ નેગેટિવ આવ્યા બાદ તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હૉસ્પિટલમાં દાખલ થયા બાદ ઘરે પાછાં ફરાશે કે નહીં એ બાબતે ચિંતિત આ વૃદ્ધાએ ઘરે જતી વખતે હૉસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો.

coronavirus covid19 pune