ઘાટકોપરના ગૃહસ્થના મોતના વિરોધમાં પરિવારજનો કાઢશે સતત ત્રણ દિવસ શાંતિયાત્રા

06 November, 2011 02:19 AM IST  | 

ઘાટકોપરના ગૃહસ્થના મોતના વિરોધમાં પરિવારજનો કાઢશે સતત ત્રણ દિવસ શાંતિયાત્રા

 

એને લીધે આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ) સિસ્ટમના વિરોધમાં કીર્તિ મહેતાના કુટુંબીજનો અને શુભેચ્છકોએ ગઈ કાલે સાંજે ૭.૧૫ વાગ્યે તેમના નિવાસસ્થાનથી ઘટનાસ્થળ સુધી એક શાંતિયાત્રા કાઢી હતી. આ સમયે હાજર રહેલા સૌએ સફેદ કપડાં પહેયાર઼્ હતાં અને સ્થાનકવાસી જૈન ધર્મની પરંપરા પ્રમાણે મોઢા પર મુંહપત્તી બાંધી હતી.

આ શાંતિયાત્રામાં કીર્તિ મહેતાનાં ૮૫ વર્ષનાં માત્ાુશ્રી જયા મહેતા, તેમના ૮૧ વર્ષના કાકા હરિભાઈ મહેતા અને ૭૯ વર્ષનાં કાકી સવિતા મહેતા સાથે પાંચ વર્ષનો દોહિત્ર અક્ષત મડિયા પણ જોડાયો હતો. સ્થાનિક નગરસેવક ભાલચંદ્ર શિરસાટ સહિત અનેક સામાજિક કાર્યકરો આ યાત્રામાં જોડાયા હતા. આવી શાંતિયાત્રા તેઓ ત્રણ દિવસ સુધી રોજ કાઢશે.