મુંબઈ એરપોર્ટ પર 6 કરોડ રૂપિયાના કોકેઈન સાથે વિદેશી મહિલાની ધરપકડ

25 November, 2020 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ એરપોર્ટ પર 6 કરોડ રૂપિયાના કોકેઈન સાથે વિદેશી મહિલાની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ સોમવારે મુંબઈ એરપોર્ટ પર એક મહિલા મુસાફરની ધરપકડ કરી હતી. જે છ કરોડ રૂપિયાનું કોકેઈન લઈને જતી હતી.

ડીઆરઆઈને માહિતી મળી હતી કે, એક મહિલા કોકેઈન લઈને એરપોર્ટ પર આવવાની છે. વિશ્વસનીય માહિતીને આધારે ડીઆરઆઈએ મંગળવારે પરોઢિયે મુંબઈ એરપોર્ટ પર છટકું ગોઠવી રાખ્યું હતું. તે સમયે વાયા દુબઈ થઈને અદિસ અબાબાથી મુંબઈ આવી રહેલી મલાવીની નાગરિક એલીના કાસાલતિરા (43)ની ટ્રોલી બેગની તપાસ કરવામાં આવી હતી. તેની બેગમાંથી બે પેકેટ મળી આવ્યાં હતાં. આ પેકેટમાં જ કોકેઈન છુપાવવામાં આવેલું હતું. દરેક પેકેટ 500 ગ્રામનાં હતાં. આમ છ કરોડ રૂપિયાના મૂલ્યનું 1000 ગ્રામ કોકેઈન જપ્ત કરાયું હતું. આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરાતાં તેને સાત ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી છે.

ડીઆરઆઈ અધિકારીઓનું કહેવું છે કે, તેઓએ ડ્રગ તસ્કરો દ્વારા અપનાવવામાં આવતી મોડસ ઓપરેન્ડીમાં બદલાવ જોયો છે. શરીરમાં છુપાવવાથી માંડીને ખુબ જ સાવચેત રીતે લઈ જવા સુધીના પ્રાયસો કરે છે. જે કાયદા અમલીકરણ એજન્સીઓને નવા પડકારો આપે છે. ડીઆરઆઈ અધિકારીઓએ કહ્યું હતું કે, એક જ અઠવાડિયામાં આ બીજો કોકેઈન જપ્ત થવાનો કેસ છે.

mumbai mumbai news Crime News mumbai crime news mumbai airport