સાંગલીમાં ૪૦૦ વર્ષ જૂના વૃક્ષને કાપવામાં નહીં આવેઃ રસ્તાનો નકશો બદલાશે

26 July, 2020 11:42 AM IST  |  Mumbai Desk | Agencies

સાંગલીમાં ૪૦૦ વર્ષ જૂના વૃક્ષને કાપવામાં નહીં આવેઃ રસ્તાનો નકશો બદલાશે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના સાંગલીના ભોસે ગામના લોકોએ ૪૦૦ વર્ષ જૂના વડના વૃક્ષને કાપવાથી બચાવ્યું છે. આ વડ સ્ટેટ હાઈવેની વચ્ચે આવી રહ્યું હતું. ગામના લોકોને ખબર પડી તો ગામના લોકો વૃક્ષને ઘેરીને ઊભા થઈ ગયા અને ચિપકો આંદોલન શરૂ કરી દીધું. આ સમાચાર કેન્દ્ર સુધી પહોંચ્યા તો લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને રસ્તાનો નકશો બદલવાનો નિર્ણય કરવો પડ્યો.
રત્નાગિરી-સોલાપુર હાઈવે પર આ વૃક્ષ યેલમ્મા મંદિર પાસે છે.આ લગભગ ૪૦૦ ચો.કિમીમાં ફેલાયેલું છે. આ વૃક્ષ અહીંયાના લોકોની પરંપરા સાથે જોડાયેલું છે. આ વૃક્ષ પર ઘણા પ્રકારની કીડી અને પ્રાણીઓ જોવા મળે છે.
ગામના લોકોએ સહ્યાદ્રી સંગઠન નામના એક ગ્રુપની મદદથી ફેસબુક પર આ વૃક્ષનો ફોટો અપલોડ કરવાનો શરૂ કર્યો. ઘણા એવા વીડિયો પણ પોસ્ટ કર્યા જેમાં વૃક્ષની શાખા કેટલી ફેલાયેલી છે એ પણ બતાવ્યું. આ ગ્રુપ દ્વારા ઝાડ પર કૂદકા મારી રહેલા વાંદરાઓના વીડિયો પણ પોસ્ટ કરાયા. આ ઝાડને બચાવવા માટે ઓનલાઈન પિટિશન પણ કરવામાં આવી હતી. જેના દ્વારા ૧૪ હજારથી વધુ લોકોએ વૃક્ષને બચાવવાનું સમર્થન કર્યું હતું.

maharashtra sangli