બોમ્બે હાઈકોર્ટના જજની ચેમ્બરમાંથી 4 ફૂટ લાંબો સાપ મળી આવ્યો, સુરક્ષા પર ઊઠ્યા સવાલ

21 January, 2022 08:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શુક્રવારે સવારે જસ્ટિસ એનઆર બોરકરની ચેમ્બરમાં આ સાપ જોવા મળ્યો હતો.

ફાઇલ તસવીર

શુક્રવારે બોમ્બે હાઈકોર્ટમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જજની ચેમ્બરમાં સાપ હોવાના સમાચાર સામે આવતા હાઈકોર્ટમાં ખળભળાટ મચી ગયો હતો, ત્યાં હાજર સ્ટાફના સભ્યો ડરી ગયા હતા. જોકે, સદનસીબે કોર્ટમાં ઘણા લોકો ન હતા. કોરોનાને કારણે હાલમાં કોર્ટમાં મોટાભાગની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ રહી છે.

શુક્રવારે સવારે જસ્ટિસ એનઆર બોરકરની ચેમ્બરમાં આ સાપ જોવા મળ્યો હતો. તે સમયે જજ ચેમ્બરમાં હાજર ન હતા. મળતી માહિતી મુજબ સાપની લંબાઈ લગભગ 4-5 ફૂટ હતી. તેમ જ સાપ બહુ ઝેરી ન હતો.

એક સ્ટાફ મેમ્બરે જજની ચેમ્બરમાં સાપ જોયો અને તરત જ મદદ માટે અન્ય લોકોને બોલાવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સર્પ મિત્રા નામની એનજીઓનો સંપર્ક કર્યો હતો. NGOની ટીમે સ્થળ પર પહોંચીને કપડાની થેલીમાં સાપને પકડી લીધો હતો. જે બાદ સાપને કાળજીપૂર્વક પકડીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

mumbai news mumbai bombay high court