લાતુરની હૉસ્ટેલમાં રહેતા 39 વિદ્યાર્થીઓ-પાંચ સ્ટાફ-મેમ્બર્સને કોરોના

24 February, 2021 09:16 AM IST  |  Latur | Agency

લાતુરની હૉસ્ટેલમાં રહેતા 39 વિદ્યાર્થીઓ-પાંચ સ્ટાફ-મેમ્બર્સને કોરોના

પ્રતીકાત્મક તસવીર

લાતુરની એક હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ૩૯ વિદ્યાર્થીઓ અને હૉસ્ટેસના પાંચ સ્ટાફ-મેમ્બર્સને કોરોના થયો હોવાનું બહાર આવ્યું છે. કોરોના થયેલા વિદ્યાર્થીઓમાં મોટા ભાગના નવમા અને દસમા ધોરણના છે. લાતુર નગરપાલિકાના હેલ્થ-ઑફિસર મહેશ પાટીલે માહિતી આપતાં કહ્યું હતું કે ‘૩૬૦ જેટલા વિદ્યાર્થીઓની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાંથી ૩૯ વિદ્યાર્થીને કોરોના થયો હોવાનું જણાઈ આવ્યું હતું. કુલ ૬૦ જણના ટીચિંગ સ્ટાફ અને અન્ય ૩૦ નૉન-ટીચિંગ સ્ટાફની પણ કોરોના-ટેસ્ટ લેવાઈ હતી. એમાંથી પાંચ જણનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. બાકીનાના રિપોર્ટ આવવાના બાકી છે. હૉસ્ટેલની એક વિદ્યાર્થિનીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ અન્ય વિદ્યાર્થીઓની ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં આ પરિણામ જોવા મળ્યું હતું. કોરોના થયેલા વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ-મેમ્બર્સને હાલમાં સરકારી હૉસ્ટેલમાં ક્વૉરન્ટીન કરીને સારવાર આપવામાં આવી રહી છે.’

mumbai mumbai news latur coronavirus covid19