૨૦૧૯માં સીએસટી-પનવેલની રેલયાત્રા માત્ર ૩૫ મિનિટની

17 October, 2012 04:45 AM IST  | 

૨૦૧૯માં સીએસટી-પનવેલની રેલયાત્રા માત્ર ૩૫ મિનિટની

અંદાજિત ૧૮,૨૦૫ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા સીએસટી-પનવેલ વચ્ચેના કૉરિડોરનું પ્રસ્તાવિત ભાડું મિનિમમ ૧૫ રૂપિયા તેમ જ મૅક્સિમમ ૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. સોમવારે ચર્ચગેટ-વિરાર, સીએસટી-પનવેલ તથા પનવેલ-વિરાર આ ત્રણેય કૉરિડોરના મામલે રેલવે-અધિકારીઓ સાથે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણની અધ્યક્ષતામાં રાજ્યના મિનિસ્ટરોની એક બેઠક થઈ હતી. કેન્દ્ર દ્વારા ચર્ચગેટ-વિરાર તથા સીએસટી-પનવેલ કૉરિડોર મામલે વાયેબિલિટી ગૅપ ફન્ડિંગ હેઠળ ૨૦ ટકા સહાય આપવાની ખાતરી આયોજન પંચના સભ્ય ગજેન્દ્ર હલ્દિયાએ આપી હતી.

સીએસટી =  છત્રપતિ શિવાજી ટર્મિનસ