સબસિડીવાળાં ત્રણ સિલિન્ડરનો લાભ ૩૨ લાખ પરિવારોને મળશે

10 November, 2012 08:05 AM IST  | 

સબસિડીવાળાં ત્રણ સિલિન્ડરનો લાભ ૩૨ લાખ પરિવારોને મળશે


મુંબઈ તથા થાણેમાં કુલ ૩૨,૫૦૦ પરિવારો ગરીબી રેખાની નીચે જીવે છે, જ્યારે ૩૨.૬૦ લાખ લોકો ગરીબી રેખાની ઉપર જીવે છે. ગરીબી રેખાની નીચે જીવતા લોકો, જેમની વાર્ષિક આવક ૧૫,૦૦૦ રૂપિયા તેમ જ ગરીબી રેખાની ઉપર જીવતા લોકો, જેમની વાર્ષિક આવક ૧ લાખ રૂપિયા સુધીની છે તેમણે આ લાભ મેળવવા માટે પોતાનું રૅશનકાર્ડ રજિસ્ટર કરાવવું પડશે. સરકારને એલપીજીની સબસિડી પાછળ વર્ષે ૧૨૦૦થી ૧૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ