થર્ટી ફર્સ્ટ ઊજવવા ચલો શિર્ડી

26 December, 2014 05:23 AM IST  | 

થર્ટી ફર્સ્ટ ઊજવવા ચલો શિર્ડી




વર્ષના છેલ્લા દિવસે એટલે કે થર્ટી ફર્સ્ટે આખી રાત બહાર ઝૂમનારાઓ માટે રેલવેએ વધારાની ગાડી દોડાવવાનો અને બેસ્ટ પ્રશાસને વધારાની બસ દોડાવવાનો નિર્ણય લીધો છે તો એ દિવસે શિર્ડીમાં આખી રાત સાંઈમંદિર પણ ખુલ્લું રહેવાનું છે.

શ્રી સાંઈબાબા સંસ્થાને ક્રિસમસની રજા દરમ્યાન શિર્ડી મહોત્સવનું આયોજન કર્યું છે, જેમાં વેકેશનને ધ્યાનમાં રાખીને ઊમટતી ભીડને પગલે ધક્કામુક્કી ન થાય અને લોકો નવા વર્ષની શરૂઆત સાંઈબાબાનાં દર્શન સાથે કરી શકે એ માટે બુધવારે ૩૧ ડિસેમ્બરે આખી રાત મંદિર ખુલ્લું રાખવામાં આવશે.

નવા વર્ષની ઉજવણી કરવા દાદર, ચોપાટી, ગેટવે ઑફ ઇન્ડિયા, મરીન લાઇન્સ, ગિરગામ ચોપાટી વગેરે સ્થળોએ જનારા મુંબઈગરા અડધી રાતે પણ પોતાના ઘરે પહોંચી શકે એ માટે સેન્ટ્રલની સાથે જ વેસ્ટર્ન રેલવે ૩૧ ડિસેમ્બરની રાતે વધારાની ટ્રેનો દોડાવવાની છે તો બેસ્ટ પ્રશાસન પણ આ વિસ્તારોમાં સ્પેશ્યલ બસ દોડાવવાની છે.