✕

મુંબઈ-ગોવા હાઇવે પર ટ્રકે ટક્કર મારી લક્ઝરી બસને, ૩૦ જણ ઘાયલ

14 November, 2026 08:38 AM IST  |  Ratnagiri | Gujarati Mid-day Correspondent

આ ઘટનાને પગલે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

મુંબઈ-ગોવા હાઇવે પર ટ્રકે લક્ઝરી બસને ટક્કર મારી

રત્નાગિરિ જિલ્લામાં આવેલા અંજણારી પુલ પર ગોવા તરફ જઈ રહેલી એક ટ્રકે ખાનગી લક્ઝરી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક બસને લગભગ ૨૦૦ મીટર સુધી ઘસડી ગઈ અને ત્યાર બાદ બસ રસ્તા પર પલટી ખાઈ ગઈ. આ ઘટનામાં ૩૦ મુસાફરો ઘાયલ થયા છે જેમને સારવાર માટે વિવિધ હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પરનો વાહનવ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો.
આ અકસ્માત મુંબઈ-ગોવા હાઇવે પર આવેલા અંજણારી પુલ પર વહેલી સવારે લગભગ ૩.૩૦ વાગ્યે બન્યો હતો. ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે બસચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો અને બસ પલટી ગઈ હતી. આ ઘટનાને પગલે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

goa road accident ratnagiri maharashtra news maharashtra