મુંબઇ નજીક 3.5ની તીવ્રતા ભૂકંપના આંચકો અનુભવાયો : NCS

07 September, 2020 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇ નજીક 3.5ની તીવ્રતા ભૂકંપના આંચકો અનુભવાયો : NCS

ભૂકંપ

મુંબઇ (Mumbai) નજીક 3.5 મેગ્નિટ્યૂટની તીવ્રતાનો ભૂકંપ (Earthwquake)ના આંચકો અનુભવાયો છે. આ માહિતી એનસીએસ (NCS) તરફથી આપવામાં આવી છે. કહેવામાં આવ્યું કે મુંબઇથી લગભગ 102 કિલોમીટરના અંતરે આ આંચકો અનુભવાયો છે. જો કે, અત્યાર સુધી કોઇપણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર આવ્યા નથી.

છેલ્લા 72 કલાકમાં મહારાષ્ટ્રમાં મુંબઇ નજીક અને નાસિક વિસ્તારમાં આ ચોથો આંચકો અનુભવાયો છે. આ પહેલા શુક્રવારે રાતે લગભગ 11.41 વાગ્યે મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4 આંકવામાં આવી હતી. પછી શનિવારે વહેલી સવારે 6.36 વાગ્યે મુંબઇથી 98 કિલોમીટર દૂર ઉત્તરમાં ભૂકંપ આવ્યો છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 માપવામાં આવી હતી.

નોંધનીય છે કે 5 સપ્ટેમ્બરના રાતે 12.05 પર 3.6 તીવ્રતાના ભૂકંપે નાસિકના લોકોને ગભરાવી દીધો. જો કે, આ બધાં ભૂકંપના આંચકામાં જાનમાલના નુકસાનના સમાચાર નથી. આ માહિતી નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ આપી.

ભૂકંપ આવે ત્યારે ખાસ શું ધ્યાન રાખવું?
ભૂકંપ દરમિયાન ઘર ઑફિસ કે કોઇપણ બિલ્ડિંગમાં તમે હાજર હો તો બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં આવી જવું. ભૂકંપ દરમિયાન ખુલ્લા મેદાન કરવા વધારે સુરક્ષિત જગ્યા અન્ય કોઇ નથી.

ભૂકંપ આવવાની સ્થિતિમાં કોઇપણ બિલ્ડિંગની આસપાસ ઉભા ન રહેવું. જો તમે કોઇ એવી બિલ્ડિંગમાં છો જ્યાં લિપ્ટ છે તો લિફ્ટનો ઉપયોગ ન કરો. આવી સ્થિતિમાં સીડીનો ઉપયોગ કરવો વધારે યોગ્ય રહેશે.

mumbai mumbai news earthquake