૨૬/૧૧ના અટૅકમાં વાગેલી બે ગોળીમાંથી એક બુલેટ સાથે જીવતા શ્વાન શેરુનું હાર્ટ-અટૅકથી મોત

21 December, 2014 03:58 AM IST  | 

૨૬/૧૧ના અટૅકમાં વાગેલી બે ગોળીમાંથી એક બુલેટ સાથે જીવતા શ્વાન શેરુનું હાર્ટ-અટૅકથી મોત





નેહા ત્રિપાઠી

૨૬/૧૧ના હુમલામાં આતંકવાદીઓની ગોળીથી ઘાયલ થયેલો ૧૧ વર્ષનો શ્વાન શેરુ ગઈ કાલે સવારે સાડાસાત વાગ્યે કાર્ડિઍક અરેસ્ટથી મૃત્યુ પામ્યો હતો. પરેલની બૉમ્બે સોસાયટી ફૉર પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ ઍનિમલ્સ (BSPCA)ની પશુઓ માટેની હૉસ્પિટલમાં સારવાર લેતો શેરુ સોસાયટીનો ફૅમિલી-મેમ્બર બની ગયો હતો.

ચાર દિવસથી ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ત્ઘ્શ્)માં રાખવામાં આવેલા શેરુની ઉંમરને કારણે રોગપ્રતિકારક શક્તિ ખતમ થઈ ગઈ હોવાનું એની સારવાર કરતા ડૉક્ટરોએ જણાવ્યું હતું. શેરુની સારવારનો ખર્ચ ઉપાડતાં તેનાં કૅરટેકર અને સ્પૉન્સર પારસી મહિલાના હાથે એને બપોરે દફનાવવામાં આવ્યો હતો એવી માહિતી પરેલની પશુ હૉસ્પિટલના મૅનેજર ડૉ. મયૂર ડાંગરે આપી હતી.

૨૦૦૮ની ૨૬ નવેમ્બરની રાતે શેરુ છત્રપતિ શિવાજી ટર્મિનસ (ICU) સ્ટેશન પર હતો. ટેરરિસ્ટોએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં તેને ખ્ધ્-૪૭ બંદૂકની બે ગોળી વાગી હતી. એક ગોળી એના ગળામાં વાગી હતી અને એક ગોળી ખભાને વીંધીને ચાલી ગઈ હતી. એને હૉસ્પિટલમાં લાવ્યા પછી તરત જ એના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. એ પછી એને છ મહિના ત્ઘ્શ્માં રાખ્યા પછી એને ડૉગ-વૉર્ડમાં ૧૦હૃ૧૦નું ટૉઇલેટ ધરાવતા ૨૦હૃ૨૦ના રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. ઑપરેશન કરીને એક ગોળી કાઢવામાં આવી અને ગળામાં રહેલી બુલેટ કાઢવા માટે જો ઑપરેશન કરવામાં આવે તો એના શ્વસનતંત્રને નુકસાન થવાની શક્યતા હોવાથી એ બુલેટ નહીં કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

શેરુ ઑક્ટોબર મહિનામાં લાંબો વખત બીમાર હતો, પરંતુ નવેમ્બર મહિનામાં એ સાજો થઈ ગયો હતો. ૨૬ નવેમ્બરે પશુઓની હૉસ્પિટલની મુલાકાતે ગયેલા પત્રકારોને હૉસ્પિટલના સેક્રેટરી લેફ્ટનન્ટ ડૉક્ટર જે. સી. ખન્નાએ શેરુને આખા શરીરે ચાંદાં પડી ગયાં હોવાનું જણાવ્યું હતું.