નરીમાન પૉઇન્ટના દરિયામાં તરતો મળ્યો ૨૪ વર્ષની લાપતા યુવતીનો મૃતદેહ

26 August, 2025 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ યુવતીએ આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ પરિસ્થિતિને પગલે તેણે જીવ ગુમાવ્યો છે એ જાણવા માટે યુવતીનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે

૨૪ વર્ષની લાપતા યુવતીનો મૃતદેહ

સોમવારે સવારે નરીમાન પૉઇન્ટના દરિયાકિનારે એક યુવતીનો મૃતદેહ તણાઈને આવ્યો હતો. ત્યાંથી પસાર થતા સ્થાનિકોને આ રીતે તરતો મૃતદેહ દેખાતાં તેમણે તાત્કાલિક કફ પરેડ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહની ઓળખ કરતાં જણાયું હતું કે મચ્છીમારનગરમાં રહેતી ૨૪ વર્ષની માનીતા ગુપ્તા નામની આ યુવતી રવિવારે પોતાના ઘરેથી ગુમ થઈ હતી. એની ફરિયાદ કફ પરેડ પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ યુવતીએ આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ પરિસ્થિતિને પગલે તેણે જીવ ગુમાવ્યો છે એ જાણવા માટે યુવતીનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

nariman point suicide news mumbai mumbai news crime news mumbai police