વસઈની શૉપમાંથી ૩૦ લાખ રૂપિયાના ૨૩૪ મોબાઇલની ચોરી

26 June, 2019 10:32 AM IST  | 

વસઈની શૉપમાંથી ૩૦ લાખ રૂપિયાના ૨૩૪ મોબાઇલની ચોરી

૩૦ લાખ રૂપિયાના ૨૩૪ મોબાઇલની ચોરી

વસઈના માણિકપુર વિસ્તારમાં આવેલા એક શૉરૂમમાં ચાર અજ્ઞાત ચોરો દ્વારા ચોરી કરવામાં આવી હતી. ચોરો મિનિટોની અંદર જ ૩૦ લાખ રૂપિયાની કિંમતના ૨૩૪ મોબાઇલ હૅન્ડસેટ ચોરી કરીને નાસી નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે શૉપમાં આવવા પહેલાં શૉપમાં રહેલા સીસીટીવી કૅમેરા પર અજ્ઞાત ચોરોએ પેઇન્ટ સ્પ્રે કર્યો હતો. જોકે તેમની ચતુરાઈ કામ નહીં આવી અને શૉપના અન્ય કૅમેરામાં તેમનું કારનામું કેદ થઈ ગયું હતું.

માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ જણાવ્યું હતું કે ‘સીસીટીવી કૅમેરામાં કેદ થયું છે કે ચોર શૉપના શટર-લૉકને તોડી અંદર ઘૂસ્યા હતા. શૉપમાં ચોરી કરવા પહેલાં તેમણે અંદર રહેલા કૅમેરા પર પેઇન્ટ સ્પ્રે માર્યો હતો. બે ચોર કપડું પકડીને શૉરૂમને કવર કરીને ઊભા રહ્યા હતા.

આ પણ વાંચો: મહિલા કૉન્સ્ટેબલ્સને સલામ

ચોરોએ બધા બ્રાન્ડેડ સ્માર્ટફોન ચોરી કરીને ફક્ત એનાં ખાલી બૉક્સ, એક્સેસરીઝ દુકાનમાં છોડી દીધાં હતાં. દુકાનનો માલિક સવારે દુકાને આવ્યો ત્યારે તેને આ ચોરી વિશે જાણ થઈ હતી. ફરિયાદના આધારે પોલીસે આ વિશે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.’

gujarati mid-day mumbai news