મ્યુઝિક બ્રૉડકાસ્ટ લિમિટેડની ૨૦મી ઍન્યુઅલ જનરલ મીટિંગ સંપન્ન

22 September, 2019 03:04 PM IST  |  મુંબઈ

મ્યુઝિક બ્રૉડકાસ્ટ લિમિટેડની ૨૦મી ઍન્યુઅલ જનરલ મીટિંગ સંપન્ન

મ્યુઝિક બ્રૉડકાસ્ટ લિમિટેડની જનરલ મીટિંગ

મુંબઈઃ શૅરહોલ્ડર્સના ઉત્સાહસભર અને પ્રોત્સાહક પ્રતિસાદ વચ્ચે મ્યુઝિક બ્રૉડકાસ્ટ લિમિટેડ કંપનીની ૨૦મી ઍન્યુઅલ જનરલ મીટિંગ સંપન્ન થઈ હતી. મીટિંગમાં બોર્ડ-મેમ્બર્સ અને કંપની મૅનેજમેન્ટના સિનિયર હોદ્દેદારોએ સંબોધન કર્યું હતું. મૅનેજમેન્ટના સિનિયર હોદ્દેદારોએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં મ્યુઝિક બ્રૉડકાસ્ટ લિમિટેડ કંપનીના પર્ફોર્મન્સની વિગતો આપી હતી.

મ્યુઝિક બ્રૉડકાસ્ટ લિમિટેડના ચૅરમૅન વિજય ટંડનની અધ્યક્ષતામાં યોજાયેલી મીટિંગમાં ડિરેક્ટર અપૂર્વા પુરોહિત, ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર પ્રશાંત દોમડિયા, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર મધુકર કામત, ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિત કુકિયાન અને કંપની સેક્રેટરી ચિરાગ બગડિયા પણ ઉપસ્થિત હતાં.
ઍન્યુઅલ જનરલ મીટિંગમાં ચૅરમૅન વિજય ટંડને જણાવ્યું હતું કે ‘વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં કંપનીની આવક ૨૯૮.૨૪ કરોડ રૂપિયા હતી એ ૨૦૧૮-૨૦૧૯માં વધીને ૩૨૪.૭૧ કરોડ રૂપિયા પર પહોંચી હતી. કંપનીનો ઓપરેટિંગ માર્જિન ૨૦૧૭-૨૦૧૮માં ૩૨.૫૫ ટકા હતો, એ ૨૩૧ બેસિસ પૉઇન્ટ્સની વૃદ્ધિ સાથે ૨૦૧૮-૨૦૧૯માં વધીને ૩૪.૮૬ ટકા થયો હતો. કરવેરા ભર્યા પછીનો નફો ૧૯.૧૫ ટકાની વૃદ્ધિ સાથે ૬૧.૬૨ કરોડ રૂપિયા થયો હતો. એમાં ૧૬૪ બીપીએસના સુધારા સાથે ૧૮.૯૮ ટકાનું માર્જિન હતું. આ પરિણામને કારણે કંપનીની લિક્વિડિટી પોઝિશન મજબૂત બની હતી.
ગયા નાણાકીય વર્ષમાં બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ-ઇન્શ્યૉરન્સ અને ઑટોમોબાઇલ સેક્ટર્સની સરખામણીમાં ગવર્નમેન્ટ, ઇ-કૉમર્સ અને રિયલ એસ્ટેટ સેક્ટર્સનો પર્ફોર્મન્સ સારો હતો.
ચૅરમૅન વિજય ટંડને જણાવ્યું હતું કે ‘ગયા નાણાકીય વર્ષમાં રિલાયન્સ બ્રૉડકાસ્ટ નેટવર્ક લિમિટેડના ‘બિગ એફએમ’ને હસ્તગત કરવાની પ્રક્રિયામાં માહિતી અને પ્રસારણ મંત્રાલયની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ‘બિગ એફએમ’ને હસ્તગત કરવાની વિધિ પૂર્ણ થયા બાદ મ્યુઝિક બ્રૉડકાસ્ટ લિમિટેડને ૭૯ ફ્રીક્વન્સિઝ પ્રાપ્ત થશે. એ રીતે ભારતમાં સૌથી મોટા રેડિયો નેટવર્ક રૂપે એફએમ ક્ષેત્રે દેશમાં ૮૨ ટકા હિસ્સો મ્યુઝિક બ્રૉડકાસ્ટનો રહેશે. અનેક વર્ષોથી ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ સર્વેમાં ભારતની શ્રેષ્ઠ ૧૦૦ કંપનીઓમાં પાંચમું અને એશિયાની ટોચની પચીસ કંપનીઓમાં છઠ્ઠું સ્થાન મેળવીને મ્યુઝિક બ્રૉડકાસ્ટ લિમિટેડે ગૌરવ મેળવ્યું છે.

mumbai mumbai news