સાઉથ મુંબઈમાં ૨૦૨ વૃક્ષોનું નિંકદન કાઢવામાં આવશે

28 October, 2014 05:23 AM IST  | 

સાઉથ મુંબઈમાં ૨૦૨ વૃક્ષોનું નિંકદન કાઢવામાં આવશે


વરલી

પ્રપોઝલ પ્રમાણે દૈનિક શિવનેરી માર્ગ (ઈસ્ટ અને વેસ્ટ)માં ૬૫ વૃક્ષોને અસર પહોંચશે. આમાંથી ૩૫ વૃક્ષોને કાપી નાખવામાં આવશે જ્યારે ૩૦ વૃક્ષોની પુન:વાવણી કરવામાં આવશે. જે વૃક્ષોને કાપવામાં અથવા બીજી જગ્યાએ રીપ્લાન્ટ કરવામાં આવશે એવાં વૃક્ષોમાં બદામ, મૅન્ગો, કોકોનટ, લીમડો અને બેન્યન ટ્રીનો સમાવેશ છે. પાલિકાના રોડ-ડિપાર્ટમેન્ટે ગયા અઠવાડિયે ટ્રી ઑથોરિટીને આ પ્રપોઝલ મોકલાવી હતી.


લોઅર પરેલ

મધુસૂદન મિલ પાસે ભ્ગ્ માર્ગ પર પાલિકા ૧૩૭ વૃક્ષોના ભોગે રસ્તો પહોળો કરવાનું વિચારી રહી છે. જ્યારે રસ્તો પહોળો કરવાનું શરૂ કરવામાં આવશે ત્યારે આ ૧૩૭ વૃક્ષોમાંથી ૭૪ વૃક્ષોને પાલિકા રીપ્લાન્ટ કરશે અને ૬૩ વૃક્ષોનો એકદમ સફાયો કરી નાખવામાં આવશે. પાલિકાએ રસ્તો પહોળો કરવાના પ્લાન વિશે ઑથોરિટીને જ્યારે પહેલી વખત જાણ કરી હતી ત્યારે ટ્રી ઑથોરિટીના મેમ્બર ધનંજય પિસાળ અને વીરેન્દ્ર ટંડેલે સ્થળની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત વૃક્ષોને પુન:સ્થાપિત કરવાની અને નવાં વૃક્ષોની વાવણી કરવાની પાલિકાની પ્રપોઝલ સામે સંતોષ વ્યક્ત કર્યો હતો.

અધિકારીઓ શું કહે છે?

આ બાબતે ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ વિજય હીરેએ કહ્યું હતું કે ‘પાક્કા સર્વે પછી જ વૃક્ષોને કાપવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. ભ્ગ્ માર્ગ પર અમુક સોસાયટીઓએ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત વૃક્ષોને રીપ્લાન્ટ કરવા માટે જગ્યા ફાળવવાની સંમતિ દર્શાવી છે. વધુમાં રીપ્લાન્ટ કરી શકાય એવાં વૃક્ષો માટે યોગ્ય સ્થળ પણ શોધવામાં આવશે.’