લોકલ ટ્રેનોમાં મૉલેસ્ટેશનના કેસોમાં ૮૩ ટકાનો ચોંકાવનારો વધારો

27 November, 2014 07:00 AM IST  | 

લોકલ ટ્રેનોમાં મૉલેસ્ટેશનના કેસોમાં ૮૩ ટકાનો ચોંકાવનારો વધારો



૨૦૧૨-’૧૩ના નાણાકીય વર્ષમાં લોકલ ટ્રેનોમાં ૧૩૮૮ ગુના નોંધાયા હતા એની સામે ૨૦૧૩-’૧૪ દરમ્યાન ૧૫૮૯ કેસો નોંધાયા હતા, જેમાં મૉલેસ્ટેશન (વિનયભંગ)ના બાવીસ, પાંચ રેપ અને ૨૮૨ રૉબરી સહિતના ગંભીરગુનાઓની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો નોંધાયો હતો.

જોકે રાહતરૂપ સમાચાર એ છે કે લોકલ ટ્રેન સાથે સંકળાયેલા નાના-મોટા ઍક્સિડન્ટના કેસ ૨૦૧૨-’૧૩માં ૨૨૬૬ નોંધાયા હતા એ સંખ્યા ૨૦૧૩-’૧૪માં ઘટીને ૧૫૮૯ પહોંચી હતી. વધુ એક ચોંકાવનારી હકીકત પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં રેલવે-ટ્રૅક પર લોકોનાં મોત થયાં છે એમાંથી સૌથી વધુ કુર્લા અને બોરીવલીની હદમાં મળીને ૪૨ ટકા જેટલા ઍક્સિડેન્ટલ ડેથના કેસ નોંધાયા છે.