સ્કૂલોનાં બાળકોના સ્વાસ્થ્ય માટે બેદરકાર સુધરાઈ

26 November, 2014 05:04 AM IST  | 

સ્કૂલોનાં બાળકોના સ્વાસ્થ્ય માટે બેદરકાર સુધરાઈ


રોહિત પરીખ

બાળકો નીરોગી રહે એ માટે સુધરાઈ મોટાં-મોટાં હોર્ડિંગ્સ લગાડીને મચ્છરોથી કેમ બચવું એના ઉપાયોની જાહેરાત કરતી હોય છે, પણ ઠેર-ઠેર ગંદકીને માટે સુધરાઈ જ જવાબદાર હોય છે. છતાં આ બાબત સામે કોઈ જ નગરસેવકો અવાજ ઉઠાવતા નથી. તેઓ પણ હાથ જોડીને બેસે છે અને સુધરાઈના અધિકારીઓ પાસે કામ લેતા નથી. ઊલટાનો એમનો બચાવ કરતા જોવા મળે છે.

આ માહિતી આપતાં  વેસ્ટના સાંઈનાથનગરના એક રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘તમારા વર્તમાનપત્રમાં તમે ઘાટકોપર-ઈસ્ટના પટેલ ચોક પાસે આવેલી શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા પાસે થતી ગંદકી વિશે લખ્યું હતું એ પછી ત્યાં ગંદકી હવે ઓછી જોવા મળે છે. ઘાટકોપર-વેસ્ટના સાંઈનાથનગરની ધ્સ્ધ્ઞ્ સાર્વજનિક હાઈ સ્કૂલની સામે આખા વિસ્તારનો કચરો જમા કરવા માટે ડસ્ટબિનો રાખીને સુધરાઈએ ગંદકીમાં વધારો  કર્યો છે.

આ ડસ્ટબિનોમાં એટલોબધો કચરો જમા થાય છે કે ક્યારેક તો બાળકોએ કચરામાંથી ફરજિયાત ચાલવું પડે છે. આ ડસ્ટબિનો જ્યાં મૂકવામાં આવી છે એની નજીક સાર્વજનિક સ્કૂલ અને સુધરાઈની મરાઠી સ્કૂલ પણ આવેલી છે તથા પાસે જ બાળકોને રમવા માટેનું એક ગાર્ડન પણ આવેલું છે. છતાં ગંદકી ત્યાં જ ભેગી કરવામાં આવે છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ સુધરાઈને ગંદકી  હટાવવા માટે પ્રોપર ઉપાય મળતો જ નથી.’
આ ડસ્ટબિનોની બાજુમાં વષોર્ પહેલાં એક પોલીસ બીટ-માર્શલ માટે ચોકી બનાવવામાં આવી હતી. એની વાત કરતાં આ રહેવાસીએ કહ્યું હતું કે ‘આ બીટ-ચોકીમાં શરૂઆતમાં પોલીસ બેસતી હતી, પણ ઘણા લાંબા સમયથી આ ચોકી બંધ પડી છે. એની હાલત પણ કથળી ગઈ છે. એને પણ હટાવવાની જરૂર છે.’