ફ્રીવે પાસે રોડ પર પ્રાઇવેટ બસો પાર્ક થવાથી ટ્રાફિકની રામાયણ

18 November, 2014 04:53 AM IST  | 

ફ્રીવે પાસે રોડ પર પ્રાઇવેટ બસો પાર્ક થવાથી ટ્રાફિકની રામાયણ



મયૂર સચદે

મુંબઈના અનેક વિસ્તારોથી જોડનારો રોડ એટલે ઈસ્ટર્ન ફ્રીવે. ફ્રીવે ઊતરતાં ટ્રાફિકથી ધમધમતો રોડ એટલે પી ડીમેલો રોડ. સાઉથ મુંબઈ તરફ જતાં આ રોડ પરથી અનેક ગાડીઓ પસાર થતી હોય છે. સવાર-સાંજ પીક-અવર્સમાં આ રોડ પર સ્લો મૂવિંગ ટ્રાફિક હોય છે. આવામાં આ રોડ પર અનેક પ્રાઇવેટ બસો લાઇનથી ઊભેલી જોવા મળે છે. આ પાર્ક થયેલી બસોના કારણે ટ્રાફિકની સમસ્યા અત્યંત ગંભીર બની જાય છે. આ જ રોડ પર CST સ્ટેશનનાં પ્લૅટફૉર્મ પણ હોય છે.

આ બાબત માહિતી આપતાં એક રાહદારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સવાર-સાંજ આ રોડ પરથી અનેક ગાડીઓ પસાર થતી હોય છે. ઈસ્ટર્ન ફ્રીવે ચાલુ થયા બાદ ટ્રાફિકની સમસ્યા વકરી ગઈ છે. ટ્રાફિક-પોલીસે આ પ્રાઇવેટ બસો સામે સખત કાર્યવાહી કરવી અનિવાર્ય છે. વાહનચાલકો માટે આ બસો નડતરરૂપ બનીને ઊભી હોય છે. ક્યારેક તો અહીં ગાડીઓ પણ ડબલ પાર્ક થયેલી જોવા મળે છે. અધૂરામાં પૂરું રોડ પર બસ ધોવાનું પણ કામ થતું હોય છે જેના કારણે ગંદકી વધે છે. આથી કોઈ રાહદારી સ્લિપ પણ થઈ શકે છે.’