નવ વર્ષના બાળકનો બલિ ચડાવી તેનાં અંગો શેકીને ખાનારા તાંત્રિક સહિત છની ધરપકડ

17 November, 2014 05:34 AM IST  | 

નવ વર્ષના બાળકનો બલિ ચડાવી તેનાં અંગો શેકીને ખાનારા તાંત્રિક સહિત છની ધરપકડ

વર્ધામાં નવ વર્ષનો રૂપેશ હિરામણ મુળે નામનો છોકરો સાંજે તેના ઘર સામેથી ગાયબ થઈ ગયા બાદ બીજા દિવસે સવારે તેનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળ્યોહતો. એક તાંત્રિકે પોતાની અઘોરી શક્તિ વધારવાની અંધશ્રદ્ધાને પોષવા તેનો બલિ ચડાવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે આ પ્રકરણમાં ૪૦ વર્ષના આસિફ શહા અજીમ શહા ઉર્ફે મુન્ના પઠાણની ધરપકડ કરી હતી.

શનિવારે આ કેસ વિશે માહિતી આપતાં પોલીસ-અધિકારી અનિલ પારસકરે કહ્યું હતું કે ‘આરોપી મુન્નાએ આ બાળકનું ગળું કાપીને તેની હત્યા કર્યા બાદ તેની આંખો અને કિડની સહિતનાં અંગો સોયાથી બહાર કાઢીને શેકીને ખાધાં હોવાનો આરોપ છે. આ અંધશ્રદ્ધાનો કેસ છે. આરોપી વર્ધામાં સાવજીનગરમાં કાર્લા ઝૂંપડપટ્ટીમાં રહે છે.’

આ કેસમાં વર્ધા પોલીસે ગઈ કાલે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.