ડેન્ગી અને મલેરિયા માટે યોગ્ય પગલાં ન લેવા બદલ ૧૩,૦૦૦ બિલ્ડિંગોને દંડ

18 October, 2014 07:00 AM IST  | 

ડેન્ગી અને મલેરિયા માટે યોગ્ય પગલાં ન લેવા બદલ ૧૩,૦૦૦ બિલ્ડિંગોને દંડ



છેલ્લાં બે વષોર્માં ડેન્ગી અને મલેરિયાનો પ્રકોપ શહેરમાં વધ્યો છે. આ રોગોને લીધે સેંકડો દરદીઓને હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા છે જેમાંના કુટલાક મૃત્યુ પામ્યા છે. ચાલુ વર્ષે ૧૨,૬૭૩ ખાનગી મકાનમાલિકો, ફ્લૅટધારકો પર તથા ૯૮૩ સરકારી ઇમારતો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ૯૪૮૨ ખાનગી મકાનમાલિકો, ફ્લૅટધારકોને ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને દંડ કરવો એ છેલ્લો વિકલ્પ હોય છે. નાગરિકોને તેમનાં ઘરો સાફ કરવા ૩૦ દિવસનો સમય આપવામાં આવે છે. ત્યાર બાદ કરવામાં આવેલા નિરીક્ષણમાં જો કોઈ સુધારો ન જોવા મળે તો કાનૂની નોટિસ આપીને દંડ ફટકારવામાં આવે છે. દંડની રકમ ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા જેટલી છે.

શહેરની જાહેર હૉસ્પિટલોમાં ડેન્ગી અને મલેરિયાના ૫૦૦થી વધુ કુસો નોંધાયા હતા. વધતા-જતા તાવના કુસોને ધ્યાનમાં રાખી સામાન્ય રીતે હૉસ્પિટલોમાં સપ્ટેમ્બરમાં બંધ થઈ જતો ફીવર-વૉર્ડ આ વર્ષે ઑક્ટોબરમાં પણ ચાલુ રાખવામાં આવ્યો છે.