માર્ચ ૨૦૧૫ સુધીમાં હાર્બર લાઇનની ટ્રેનો ગોરેગામ સુધી દોડશે

11 October, 2014 05:01 AM IST  | 

માર્ચ ૨૦૧૫ સુધીમાં હાર્બર લાઇનની ટ્રેનો ગોરેગામ સુધી દોડશે


આ વિસ્તરણ યોજનાની વિગતો આપતાં મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘હાલમાં હાર્બર લાઇનની ટ્રેનો વેસ્ટર્ન લાઇન પર અંધેરી સુધી જાય છે. રાતે એક જ વખત સીએસટીથી બોરીવલી સુધી સ્પેશ્યલ ટ્રેન છે. MUTP ફેઝ-ટૂમાં હાર્બર લાઇનના ગોરેગામ સુધી વિસ્તરણ માટે આર્થિક જોગવાઈ કરવામાં આવી છે. એ કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું હોવાથી જોગેશ્વરી ખાતે હાર્બર લાઇન માટે બે અલાયદા પ્લૅટફૉમ્ર્સ બાંધવાનું કામ લગભગ પૂરું થવામાં છે. હાલ એના પર CST સ્ટેશન પર છે એવી છત બંધાઈ રહી છે.’ 

હાર્બર લાઇનના આ રીતે વિસ્તરણને પગલે ગોરેગામના અંદાજે પાંચ લાખ પ્રવાસીઓ સીધા CST અથવા પનવેલ સુધી જઈ શકશે. હાલમાં પ્રવાસીઓ CST અથવા પનવેલ જવા માટે અંધેરી અથવા બાંદરાથી ગાડી બદલે છે. જોગેશ્વરી અને ગોરેગામ વચ્ચે વેસ્ટર્ન રેલવેનું ઓશિવરા સ્ટેશન પણ બંધાઈ રહ્યું છે. એ બંધાઈ જતાં હાર્બર લાઇનની ટ્રેનો ત્યાં પણ ઊભી રહેશે. MUTP ફેઝ-થ્રીમાં હાર્બર લાઇનને બોરીવલી સુધી વિસ્તારવામાં આવશે.