મીરા-ભાઇંદરની પોલીસે લીધું સિનિયર સિટિઝનોની સુરક્ષા માટે મહત્વનું પગલું

27 December, 2012 07:43 AM IST  | 

મીરા-ભાઇંદરની પોલીસે લીધું સિનિયર સિટિઝનોની સુરક્ષા માટે મહત્વનું પગલું

મીરા-ભાઈંદરમાં સનિયર સિટિઝનો અવારનવાર ચોરી, ચેઇન-સ્નૅચિંગ જેવા બનાવોનો ભોગ બને છે. આવા કોઈ પણ બનાવોથી તેમને બચાવવા પોલીસ દ્વારા તેમને સિનિયર સિટિઝન છે એવો પુરાવો આપતું સિનિયર સિટિઝન કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ દ્વારા મીરા-ભાઈંદરના સિનિયર સિટિઝનોની માહિતી પોલીસના રેકૉર્ડમાં રાખવામાં આવશે. સમયાંતરે સુરક્ષા-વ્યવસ્થાની સાવચેતી આપતું માર્ગદર્શન પણ તેમને પૂરું પાડવામાં આવશે. આ વિશે વધુ માહિતી આપતાં ભાઈંદર પોલીસે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ કાર્ડ પોલીસ દ્વારા સિનિયર સિટિઝન હોવાનો પુરાવો રહેશે. કાર્ડ બનાવવા માટે સિનિયર સિટિઝને પોતાની માહિતી તેમ જ ત્રણ ફોટો પોલીસ-સ્ટેશનમાં આપવાના રહેશે. આ કાર્ડની મદદથી શહેરના સિનિયર સિટિઝનોને વધુ સુરક્ષા મળી રહેશે. દરેક સિનિયર સિટિઝને તેમના વિસ્તારના પોલીસ-સ્ટેશનમાં આ કાર્ડ માટે સંપર્ક કરવો.’