ઝવેરીબજારના વેપારીઓને સતાવતો ગાયોની ગંદકીનો ત્રાસ

27 December, 2012 07:41 AM IST  | 

ઝવેરીબજારના વેપારીઓને સતાવતો ગાયોની ગંદકીનો ત્રાસ

આ ગાયો દિવસભર ઝવેરીબજારમાં જ રહે છે અને મોડી સાંજે પાંજરાપોળવાળાઓ એમને લઈ જાય છે. ઝવેરીબજારના ઘણા વેપારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘આ ગાયોને કારણે અમે ખરેખર કંટાળી ગયા છીએ. એમને અમે હટાવી શકીએ એમ નથી, કારણ કે ગાયને માતાનું સ્વરૂપ માનીએ છીએ. જોકે એને કારણે રોજ અહીં રસ્તામાં ગંદકી થાય છે. ઝવેરીબજારના રસ્તાઓ પર ગાયનું છાણ આખો દિવસ પડી રહે છે. અહીંથી પસાર થતા ઘણા લોકોના પગ છાણમાં પડવાથી તેઓ લપસી જાય છે અને તેમને ઈજા પણ થાય છે.’

ઘણા વેપારીઓએ કહ્યું હતું કે ‘આ ગાય પાંજરાપોળની છે. તેઓ વહેલી સવારે ગાયને દોહીને પછી ચારા માટે ઝવેરીબજારમાં છોડી દે છે. અમને ગાયોનો ત્રાસ નથી, પણ એમની ગંદકીથી અમે હેરાન થઈ ગયા છીએ.’