ચર્ની રોડના મારવાડી વિદ્યાલયની બહાર મુંબઈ પોલીસે મૂકેલું કમ્પ્લેઇન્ટ-બૉક્સ તૂટેલું મળી આવ્યું

27 December, 2012 07:41 AM IST  | 

ચર્ની રોડના મારવાડી વિદ્યાલયની બહાર મુંબઈ પોલીસે મૂકેલું કમ્પ્લેઇન્ટ-બૉક્સ તૂટેલું મળી આવ્યું

આ બૉક્સ દ્વારા લોકો પોતાની ફરિયાદો કમિશનર સુધી પહોંચાડે છે. મહિલાઓ સાથે છેડતી, નાનાં બાળકો પર થતા અત્યાચાર, આતંકવાદીઓ, ચોરી-દરોડાના ગુનેગારો, તડીપાર આરોપીઓ અને ડ્રગ્સનું સેવન કરતા લોકો વિરુ¢ની ફરિયાદ પોલીસ સુધી પહોંચાડી શકાય એ માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આ કમ્પ્લેઇન્ટ-બૉક્સ લગાવવામાં આવ્યાં છે; પણ એ ઘણાં નાજુક અને પ્લાસ્ટિકનાં છે એટલે તૂટી જાય છે. આ બૉક્સ કમિશનરે લગાવ્યાં તો છે, પણ એની રક્ષા કરવાની વ્યવસ્થા કરવાનું તેઓ તદ્દન ભૂલી ગયા છે. આવો જ એક બનાવ અગાઉ મલાડ વિસ્તારમાં બન્યો હતો, જ્યાં કમ્પ્લેઇન્ટ-બૉક્સનું તાળું તૂટેલું મળી આવ્યું હતું અને એમાં રાખેલા લેટર પણ ગાયબ હતા.

આ કમ્પ્લેઇન્ટ-બૉક્સ શહેરમાં સ્કૂલ, શૉપિંગ મૉલ, એટીએમ સેન્ટર, થિયેટર, કોર્ટ અને અન્ય પ્ાબ્લિક પ્લેસમાં બેસાડવામાં આવ્યાં છે. મુંબઈના પોલીસ-કમિશનર સત્યપાલ સિંહ દ્વારા શહેરમાં લોકોના પ્રૉબ્લેમ સૉલ્વ કરવા માટે આ બૉક્સ બેસાડવામાં આવ્યાં હતાં. સત્યપાલ સિંહનું માનવું હતું કે લોકો પોલીસથી ડરે છે એટલે પોલીસ-સ્ટેશનમાં આવીને ફરિયાદ કરતા નથી. એને કારણે નવી તરકીબ અજમાવી તેમણે લોકોના પ્રૉબ્લેમ સરળતાથી સૉલ્વ કરવા માટે આ કમ્પ્લેઇન્ટ-બૉક્સ બેસાડ્યાં હતાં. જોકે આ બૉક્સ તદ્દન ચીપ ક્વૉલિટીનાં બનાવવામાં આવ્યાં છે અને પ્લાસ્ટિકનાં હોવાથી જલદી તૂટી પણ જાય છે.

એટીએમ = ઑટોમેટેડ ટેલર મશીન