ન્યુ માણેકલાલ એસ્ટેટમાં માતાજીની ચોકીમાં રેપનો ભોગ બનેલી દિલ્હીની યુવતી માટે પ્રાર્થના

26 December, 2012 07:16 AM IST  | 

ન્યુ માણેકલાલ એસ્ટેટમાં માતાજીની ચોકીમાં રેપનો ભોગ બનેલી દિલ્હીની યુવતી માટે પ્રાર્થના



સ્થાનિક રહેવાસીઓએ જગડુશાનગરમાં બની રહેલા ચેઇન-સ્નૅચિંગના બનાવોની આ કાર્યક્રમમાં હાજર રહેલા ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ચન્દ્રકાન્ત પુરીને માહિતી આપી અને જગડુશાનગરમાં સીસીટીવી કૅમેરા મૂકવાની માગણી કરી હતી. ઇન્સ્પેક્ટર ચન્દ્રકાન્ત પુરીએ અને અશ્વિન વ્યાસે સલામતી અને સુરક્ષા માટે શું પગલાં લેવાં જોઈએ એ વિશે મહિલાઓને માહિતી આપી હતી.

સવોર્દય હૉસ્પિટલ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ કૉલોની અને જગડુશાનગરના વિસ્તારોને આવરી લેતા સુધરાઈના વૉર્ડ-નંબર ૧૨૦નાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનાં નગરસેવિકા પ્રતિક્ષા ઘુગે અને ભીમનગર તથા રામનગરના વિસ્તારોને આવરી લેતા વૉર્ડ-નંબર ૧૨૧નાં ભારતીય જનતા પાર્ટીનાં નગરસેવિકા રીતુ તાવડે તેમ જ ભારતીય જનતા યુવા મોરચાના  મુંબઈના જનરલ સેક્રેટરી ભાવેશ ભાનુશાલી કૅન્ડલ-માર્ચમાં હાજર રહ્યાં હતાં.