યુવતીએ પીછો કરનારા ૪ જણને પકડાવી દીધા

22 December, 2012 10:40 AM IST  | 

યુવતીએ પીછો કરનારા ૪ જણને પકડાવી દીધા


તેને લાગ્યું કે આ યુવાનો તેના પર રેપ કરશે એટલે તે ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં દોડી ગઈ હતી અને ફરિયાદ કરી હતી. તેની ફરિયાદના આધારે પોલીસે ચારે યુવાનોને પકડી લીધા હતા અને તેમની વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધ્યો હતો. એ પછી ર્કોટે‍ તેમને જામીન પર છોડ્યા હતા.

આ કિસ્સા વિશે વધુ માહિતી આપતાં ઓશિવરા પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર વિજયાનંદ પાટીલે કહ્યું હતું કે ‘૨૪ વર્ષની તે યુવતી મૉડલિંગનું નાનું-મોટું કામ કરે છે. બુધવારે મધરાત બાદ તે ઓશિવરા પોલીસ-સ્ટેશન પાસેથી તેની કારમાં પસાર થઈ રહી હતી ત્યારે પાછળ આવી રહેલી જીપમાં બેસેલા ચાર યુવાનોે તેને ઓવરટેક કરીને છેડતી કરી હતી એટલે તરત જ આગળ જઈ કારનો યુ ટર્ન લઈને તેણે ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં આવી હતી અને અમને તેમની જીપનો નંબર આપીને ફરિયાદ નોંધાવી હતી.