ગોરેગામ-વેસ્ટમાં આવેલા રામમંદિર રોડ પરના ખાડા-ટેકરાને કારણે પબ્લિકને હાલાકી

21 December, 2012 07:30 AM IST  | 

ગોરેગામ-વેસ્ટમાં આવેલા રામમંદિર રોડ પરના ખાડા-ટેકરાને કારણે પબ્લિકને હાલાકી



આ વિસ્તારમાંથી પસાર થતાં અમિતા ઠક્કરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રામમંદિર રોડનો રસ્તો ખૂબ જ ખરાબ છે. હું બાઇક પર બેસીને જાઉં ત્યારે ઘોડા પર સવારી કરી હોય એવું લાગે છે. ખરાબ રસ્તાને કારણે વાહનવ્યવહારમાં ખૂબ જ તકલીફ પડે છે. આ સમસ્યા ઝડપથી દૂર થાય તો સારું.’

વર્ષોથી રામમંદિર રોડની હાલત ખરાબ છે અને દિવસે ને દિવસે એ વધુ ખરાબ થઈ રહી છે, પરંતુ એને સરખો કરવા માટે કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી. આ વિશે વાત કરતાં અમિત શાહે કહ્યું હતું કે ‘આ રોડ પરથી પસાર થતાં નાકે દમ આવી જાય છે. આ રોડ સરખો કરવા વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તો સારું.’

ખાડા-ટેકરાવાળા રસ્તાને કારણે અવરજવરમાં તકલીફ થાય છે. આ વિશે વાત કરતાં મનીષ રાઠોડે કહ્યું હતું કે ખરાબ રસ્તા પર વ્ોહિકલ ચલાવતાં એને ગૅરેજમાં રિપેર માટે વધુ વખત આપવું પડે છે એટલે ખરાબ રસ્તાની સમસ્યા ઝડપથી દૂર થાય તો સારું.